રાજપીપલાની સરકારી વસાહતનું આયુષ્ય પૂરું થવા છતાં થીંગડા મારતું તંત્ર શું કોઈનો ભોગ લેવાની રાહ જુવે છે …?!

0
185

30 વર્ષ જૂની સરકારી વસાહતના મકાનો ખખડધજ હોય વારંવાર મરામત કરી ગાડું ગબડાવાય છે ત્યારે ખરેખર એને જમીનદોસ કરી નવા મકાનો બનાવવાની તાતી જરૂર

રાજપીપલા માં સરકારી વસાહત નું રીનોવેશન કામ મંદ ગતિએ ચાલતા લોકોમાં રોષ

સરકારી વસાહતમાં રહેતા સરકારી બાબુઓનું સરકારી તંત્ર દ્વારા થતું કામ જો ધીમી ગતિએ ચાલતું હોય તો તેને કયો વિકાસ કહેવાય …?! આ વિકાસ કે વિનાશ…?

છેલ્લા છ મહિના ઉપર થી આ વસાહતમાં રીપેરેસન ચાલે છે જેમાં કોણીએ ગોળ લગાવા જેવું કામ થતું હોવાની બૂમો

રાજપીપલા:રાજપીપલાના પ્રવેશ દ્વાર પર આવેલી વડિયા પેલેસ ની સરકારી વસાહત ના મકાનો ની આવરદા પુી થવાના આરે છે કે પૂર્ણ થઈ ચુકી હશે છતાં વારંવાર આ બિલ્ડીંગોની મરામત કરી થીંગડા મારી તંત્ર ગાડું ગબડાવે છે પરંતુ 30 વર્ષ જૂની આ બિલ્ડીંગો તદ્દન બિસમાર હાલતમાં છે ત્યારે અંદર રહેતા સરકારી કર્મચારીઓ પણ જીવના જોખમે ત્યાં વસવાટ કરે છે ત્યારે જો ક્યારેક કોઈ મોટી દુર્ઘટના થાય તો જવાબદાર કોણ…?!

દર ચોમાસા ની સીઝન માં આ મકાનોની છત ગળે છે ઉપરાંત બિલ્ડીંગો નું સ્ટ્ર્કચર પણ ખખડધજ હાલત માં છે અને ગમે ત્યારે કોઈક ભાગ તૂટી પડે એમ પણ લાગે છે છતાં તંત્ર ફક્ત વારંવાર એનું રીપેરીંગ કરાવી ત્યાં રહેતા લોકોના જીવ સાથે રમત રમી રહ્યું હોય એમ લાગે છે કેમ કે હાલમાં છેલ્લા છ મહિનાથી ફરી એનું રીપેરીંગ કામ ચાલુ છે જે પૂરું થતુંજ ન હોવાથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે સાથે સાથે જ્યાં રીપેરીંગ કામ થાય છે ત્યાં કામ કરતા કરતા વાયરિંગ સહીત નું થતું નુકશાનનો ખર્ચ પણ ત્યાં રહેતા કર્મચારીઓના માથે નંખાય છે તો સરકારી વસાહતો માં રહેતા સરકારી બાબુઓનું કામજ જો ધીમી ગતિએ થતું હોય તો આને વિકાસ કહેવાય…?! ત્યારે એમ લાગે કે આ વિકાસ છે કે વિનાશ છે …?

આખા મકાનો નવા બનાવવા માટે સ્ટ્ર્કચર વિભાગને રિપોર્ટ કરવો પડે- ડી.એ.પાડવી (નાયબ કાર્યપાલક ઈજનેર,રાજપીપલા )

આ બાબતે રાજપીપલા માર્ગ મકાન વિભાગના ના.કાર્યપાલક ઈજનેર ડી.એ.પાડવી એ જણાવ્યું કે હાલમાં આ વસાહત નું સમાર કામ કામ ચાલુ છે જેમાં ટેન્ડર મુજબના કામો થઈ રહ્યા છે આમ તો મકાનો ત્રીસેક વર્ષ જુના છે અને એની આવરદા પૂર્ણ થઈ હશે પરંતુ નવા મકાનો બનાવવા અમારા સ્ટ્ર્કચર વિભાગ,ગાંધીનગર ને બતાવી એનો રિપોર્ટ લેવો પડે ત્યાર બાદ નવી કામગીરી થઈ શકે એમ છે હાલ ફક્ત રીપેરીંગ થઈ રહ્યું છે .

 

રિપોર્ટર- નર્મદા,ભરત શાહ.મો.નં.9408975050

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY