આજના પુસ્તકોમાં ભારતનો ઈતિહાસ શોધવો મુશ્કેલઃ વિપ્લવ દેવ

0
7

અગરતલા,તા.૩
ત્રિપુરાના ષ્ઠદ્બ વિપ્લવ કુમાર દેવે કહ્યું કે તેમની સરકાર NCERTના અભ્યાસક્રમાં સંશોધન કરી રહી છે. જેનાથી અભ્યાસક્રમમાં ભારતીય ઈતિહાસનો સમાવેશ કરવામાં આવે.
ત્રિપુરા યુનિવર્સિટીના સ્થાપના દિવસ પર વિપ્લવ દેવે કહ્યું કે આજના અભ્યાસક્રમાં ભારતીય ઈતિહાસને શોધવો મુશ્કેલ છે. પુસ્તકોમાં સ્ટાલિન, લેનિન અને રૂસી ક્રાંતિ આવે છે. મને તેની સાથે કોઈ સમસ્યા નથી પરંતુ ગાંધી પણ ઈતિહાસમાં હોવા જાઈએ. વિપ્લવ દેવે કહ્યું કે તેમની સરકાર NCERTના અભ્યાસક્રમાં સંશોધન કરીને ૨૦૧૯ સુધી નવો અભ્યાસક્ર લાગૂ કરવોનો નિર્ણય કર્યો છે.
ઉલ્લેખનિય છે કે આ અગાઉ જૂનમાં ત્રિપુરાના શિક્ષણમંત્રી રતન લાલ નાથે શિક્ષણના સંદર્ભમાં ત્રિપુરાને પછાત ગણાવ્યું હતું. ત્રિપુરાના શિક્ષણમંત્રી સિવાય રાજયપાલ તથાગત રોય પણ ઈતિહાસના પુસ્તકના અભ્યાસક્રમાં સવાલ ઉઠાવી ચૂકયા છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY