ગીર-સોમનાથ,તા.૨૨
સોમનાથના લોકમેળામાં માનવ મહેરામણ ઉમટ્યું છે.લોકો મેળાની મજા માણી રહ્યાં છે. તો મેળામાં આંગળી ચાટતા રહી જાવ તેવા મેથીના ભજીયા ખાઇને લોકો ખુશીથી મોજ મનાવી રહ્યાં છે. આવો જાઇએ એવું તો શું છે આ ભજીયાની ખાસિયત કે બાળકો પણ તેનો સ્વાદ માણ્યા વગર રહી શકતા નથી.
સોમનાથના લોક મેળામાં માનવ મહેરામણનો સાગર ઉમટી પડ્યો છે. મેળાની મજા માણતા માણતા લોકો મેથીના ગોટા ખાવાની પણ મજા માણી રહ્યાં છે. ગોટાનો સ્વાદ એટલો જારદાર છે કે ખાવા માટે લોકોએ લાઇનમાં ઉભા રહેવું પડે છે.
આ મેળામાં રાજકોટ, અમદાવાદ, બરોડા સહીતના કેદીઓ સ્વાદિષ્ટ ભજીયાનો સ્ટોલ બનાવ્યો છે. માત્ર ૧૫૦ના કિલોના ભાવે નહી નફો કે નહી નુકશાનના ભાવે ભજીયા વેચવામાં આવે છે. જેલના કેદીઓ કોઇ પણ જાતના બંધન મેથીના ગોટાના ભજીયા બનાવીને વેચાણ કરી રહ્યાં છે.
આ મેળામાં કુલ દસનો સ્ટાફ છે. જેમાં ફેક્ટરી મેનેજર ૧, સુબેદાર ૧, હવાલદાર ૩, સિપાઇ ૧,વીવીંગ આસી ૧, ડ્રાઇવર સહિતના સ્ટાફનો સમાવેશ થાય છે. સામાન્ય રીતે લોકો જેલના કેદીના નામથી ડરતા હોય છે. પરંતુ સોમનાથના મેળામાં કાચા અને પાકા કામના કેદીઓ સ્વાદિષ્ટ ભજીયા બનાવીને લોકોનું દિલ જીતી રહ્યાં છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




