શકિત કપૂરે તનુશ્રી-નાના વિવાદની હાંસી ઉડાવતાં કહ્યુ, ‘તે સમયે તો હું બાળક હતો’

0
10

મુંબઈ,તા.૩
તનુશ્રી-નાના વિવાદ દિવસેને દિવસે વકરતો જઇ રહ્યો છે. આ મામલે બોલીવુડના ઘણાં સેલેબ્સ પોતાના અભિપ્રાય રજૂ કરી ચુકવ્યા છે. કેટલાંક સ્ટાર્સ તનુશ્રીના તો કેટલાંક નાનાના સમર્થનમાં આવ્યાં. તેવામાં કેટલાંક સ્ટાર્સે તો આ મામલે મૌન સેવી લેવું વધુ હિતાવહ સમજ્યુ. આ વચ્ચે શકિત કપૂર પણ આ મામલે કૂદી પડ્યાં છે. તેમણે તનુશ્રીની ખિલ્લી ઉડાવી છે.
શકિત કપૂરે તનુશ્રીની મજાક ઉડાવતાં કહ્યુ કે, આ મામલે હું કંઇ જાણતો નથી, આ વાત ૧૦ વર્ષ પહેલાંની છે તે સમયે હું પોતે બાળક હતો.
ઉલ્લેખનયી છે કે તનુશ્રી દત્તાએ નાના પાટેકર પર લગાવેલા જાતીય સતામણીના આરોપો બાદ હવે આ વિવાદમાં એક નવો વળાંક આવ્યો છે. હવે જાણવા મળી રહ્યુ છે કે નાના પાટેકરે તનુશ્રીના આરોપો પર તેને લીગલ નોટીસ ફટકારી છે. આ અંગેની પુષ્ટિ નાનાના વકીલ રાજેન્દ્ર શિડોરકરે પણ કરી છે.
નાનાનાં વકીલ રાજેન્દ્ર શિરોડકરે કહ્યુ છે કે તનુશ્રીને લીગલ નોટિસ મોકલી દેવામાં આવી છે અને એને આજે જ એ મળી જશે. નોટિસમાં રાબેતા મુજબની છે, જેમાં એને જણાવાયું છે કે તેં કરેલા આરોપને નકારી કાઢ અને માફી માગ.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY