વિક્રમ બત્રાની ફિલ્મ ધર્મા પ્રોડક્શન બેનર હેઠળ બની રહી છે

0
11

મુંબઈ,તા.૩
માતબર ફિલ્મ સર્જક કરણ જાહર કેપ્ટન વિક્રમ બાત્રાની બાયો-ફિલ્મ બનાવી રહ્યા હોવાની ઔપચારિક માહિતી મળી હતી. અગાઉ આ ફિલ્મ શબ્બીર બોક્સવાલા બનાવવાના હતા.
મૂળ આ ફિલ્મની યોજના સિદ્ધાર્થ મલ્હોત્રાએ વિચારી હતી અને કરણ જાહરના કાને વાત નાખી હતી પરંતુ એ સમયે કરણે એને બહુ દાદ દીધી નહોતી. એટલે આ ફિલ્મ શબ્બીર બોક્સવાલાના બેનર તળે બનવાની હતી.
શબ્બીરે ફિલ્મ ચાલુ પણ કરી હતી. પરંતુ તેમની કામ કરવાની સ્ટાઇટલ બળદગાડા જેવી ધીમી હતી એટલે સિદ્ધાર્થ ટૂંકા સમયગાળામાં કંટાળી ગયો હતો અને એણે ફરી એકવાર કરણની મદદ માગી હતી. આખરે કરણે પોતાના માનસસંતાન સમા સિદ્ધાર્થની વિનંતી સ્વીકારી લીધી હતી.
હવે આ ફિલ્મ ધર્મા પ્રોડક્શન્સ બેનર હેઠળ બની રહી છે. થોડા દિવસ અગાઉ ધર્માએ એક જાહેર નોટિસ બહાર પાડી હતી જેમાં આ ફિલ્મના અધિકારો કોઇ પાસે હોય તો સંપર્ક સાધવાની વિનંતી પણ કરાઇ હતી. કોઇએ વાંધો વિરોધ વ્યક્ત ન કરતાં ધર્માએ સુકાન સંભાળ્યું હતું અને હવે ફિલ્મને નવું ટાઇટલ શેરશાહ આપ્યું હતું.
કેપ્ટન વિક્રમ બાત્રા કારગિલ વારના હીરો હતા જેમને મરણોત્તર પરમ વીર ચક્ર એનાયત કરાયું હતું.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY