સુરત, તા. ૦૬
અમરોલી પોલીસ મથકના રાજદ્રોહ ગુનાના આરોપી અલ્પેશ કથીરિયાની આગોતરા જામીન અરજીની સુનાવણી ગુરૂવારના રોજ હાથ ધરાઈ હતી. જાકે, સરકાર તરફ ડીસીબી પીઆઇ દવે દ્વારા આગોતરા જામીન રદ કરવા માટે એક સોગંદનામું પણ રજૂ કરવામાં આવ્યું હોવાનું બચાવ પક્ષનો એડવોકેટ યશવંતસિંહવાળાએ જણાવ્યું હતું. આ સાથે એફીડેવિટ સામે બચાવ પક્ષે પોતાની દલીલો શરૂ કરવાના ચક્રોગતિમાન કર્યાં હોવાનું જાણવા મળે છે.
આ કેસની વિગતો એવી છે કે પાટીદાર આંદોલન દરમિયાન મોટા વરાછા ક્રિષ્ના રેસિડેન્સી ખાતે રહેતા વિપુલ અને ચિરાગ દેસાઈને ત્યાં પહોચી જઈ હાર્દિક પટેલ પોલીસ વિરુદ્ધ બેફામ ઉચ્ચારણો વરસાવ્યા હતા. અમરોલી પોલીસ મથકમાં તે વખતના પૂર્વ ડીસીપી મકરંદ ચૌહાણ હાર્દિક પટેલ, અલ્પેશ કથીરિયા, વિપુલ દેસાઈ તથા ચિરાગ દેસાઈ સામે રાજદ્રોહનો ગુનો દાખલ કરાવ્યો હતો. અમરોલી ખાતે દાખલ કરવામાં આવેલા ગુનાની તપાસ ડીસીબી પીઆઈ જે.એચ. દહિયાને સોપવામાં આવતા તેમણે હાર્દિક, વિપુલ તથા ચિરાગ દેસાઈની ધરપકડ કરી લાજપોર જેલમાં મોકલી આપ્યો હતો. પોલીસે જ્યારે ચાર્જશીટ રજૂ કરી ત્યારે અલ્પેશ કથીરિયાને પકડવાનો બાકી છે તેવું લખાવવામાં આવતા બચાવ પક્ષના એડવોકેટ આરોપી અલપેશ કથીરિયાની આગોતરા જામીન અરજી કરી હતી જેની સુનાવણી આજે હાથ ધરાઈ છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



