સુરત, તા. ૦૬
આજે મળસ્કે સોની ફળિયા પાણીની ભીત પાસે ગ્રાઉન્ડ ફલોર સાથે ત્રણ માળની નટરાજ ગેમ્સ એન્ડ ટોપ દુકાનમાં આગ લાગી હતી. આગથી આખી દુકાનમાં નુકસાન થતા દુકાન માલિક નરેન્દ્રભાઈ અને ગોવિંદભાઈને ભારે આઘાત લાગતા તેઅો બિમાર થઈ ગયા હતા. ફાયર અોફિસર જગદીશ પટેલના જણાવ્યા અનુસાર ગ્રાઉન્ડ ફલોર સાથે ત્રણ માળની બંધ દુકાનમાં લાગેલી ભીષણ આગથી અંદર રાખેલ પ્લાસ્ટિકનો આખો માલ બળી ગયો હતો. પ્લાસ્ટિકના માલના લીધે આગ વધુ પ્રસરી હતી. આગ અને ધુમાડો વધતા આજુબાજુના રેસિડેન્સીયલ એકમોમાં રહેતા લોકો ભયભીત થયા હતા. સાંકળી ગલીમાં આગને કાબૂમાં લેવામાં ભારે મુશ્કેલી નડી હતી. નટરાજ ગેમ્સમાં થયેલ મોટુ નુકસાનના પગલે માલિક નરેન્દ્રભાઈ અને ગોવિંદ ભાઈની તબીયત બગડતા હોસ્પિટલમાં ખસેડાયા છે. નુકસાનીનો આંકડો જાણી શકાયુ નથી. કોઈ જાનહાનિ થઈ નથી.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




