પલસાણામાં પાર્ક કરેલી ટ્રકનો ફાળકો તોડી ૧૪.૮૭ લાખના પાર્સલોની ચોરી

0
8

સુરત, તા. ૦૬
પલસાણા તાલુકાના તાતીથૈયા ગામની સોસાયટી પાસે પાર્ક કરેલી એક ટ્રકના પાછળના ફાળકો તોડી નાખી ૫૭ કિલો કાપડની ફાળકો ગાંસડીઅો કિંમત રૂ. ૧૪.૮૭ લાખની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હોવાનો બનાવ પલસાણા પોલીસે મથકે નોંધાયો હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર મૂળ હિમાચલ પ્રદેશના વતની અને હાલમાં પલસાણા તાલુકાના તાતીથૈયા ગામની પાર્ક સોસાયટીમાં રહેતા શક્તિસિંગ મુન્સીરામ ચૌધરી ગત તા. ૫મી અોક્ટોબરના રોજ તાતીથૈયા ગામના એસ્સાર પેટ્રોલ પંપ ઉપર ટ્રક પાર્ક કરીને માલિક સંતોષના ઘરે સુવા ગયો હતો. ત્યારબાદ ટેમ્પો લેલન વાહન ટ્રકની પાછળ પાર્ક કરીને બન્ને વાહનો વચ્ચે આડશો મૂકી ટ્રકના પાછળના ફાળકા ઉપરથી તાડ પતરી અને દોરડા કાપી ટ્રકમાં ભરેલ કાપડની ગાંસડીઅો ૫૭ કિલો કિંમત રૂ. ૧૪.૮૭ લાખની મતાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. પોલીસે ચોરીનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY