દોઢ માસ પુર્વે ચોરીનો ભેદ પશ્ચિમ કચ્છ ભૂજ એલસીબીએ ઉકેલ્યો

0
127

તા.૨૭-૨૮/૦૮/૨૦૧૮ના રાત્રીના ભુજ જી.આઇ.ડી.સી. વિસ્‍તારમાં આવેલ ફરીયાદી ગોપાલભાઇ ઓધવજીભાઇ વણપરીયા (પટેલ) રહે.માધાપર તા.ભુજની લક્ષ્મિ એન્ટરપ્રાઇઝ નામની સીંગદાણાની ફેક્ટરીના તાળા તોડી અંદર પ્રવેશ કરી ફેક્ટરીમાંથી રોકડા રૂપિયા ૨,૫૦,૦૦૦/- તથા સાહેદ પ્રફુલભાઇ પ્રતાપભાઇ લુહારની માત્રુ કુપા ટ્રક બોડી વર્કની ગેરેજ માંથી આશરે રોકડા રૂપીયા ૬૫,૦૦૦/- તથા અન્ય વેપારીઓની ફેક્ટરીના તાળા તોડી કુલ્લે રોકડા રૂપિયા -૩,૧૫,૦૦૦/- ની કોઇ અજાણ્યા ઇસમોએ ચોરી કરી લઇ ગયેલ હોવાની ભુજ શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલ અને પોલીસ અધિક્ષકશ્રી એમ.એસ.ભરાડા સાહેબના હુકમ અનુસંધાને એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેકટર એમ.બી.ઓૈસુરાનાઓને તાપસ સભાળી લઇ આ કામે ખાનગી બાતમીદારો આધારે આરોપીઓનો પગેરૂં દબાવતા ગઇ કાલ તા.૦૫/૧૦/૨૦૧૮ના કલાક ૨૧/૩૦ વાગ્યે આ કામનાં આરોપીઓનું (૧) અયુબ મલુક સમા, ઉ.વ.૨૨ રહે.નાના દિનારા, જામા મસ્જીદની બાજુમાં તા.ભુજ. (ર) મલુક સિધ્ધીક સમા, ઉ.વ.૨૪ ગામ નાના દિનારા, કમાલ વાંઢ, તા.ભુજ (૩) ભીલાલ સાધક સમા, ઉ.વ.૨૩ ગામ નાના દિનારા અલાયા વાંઢ, તા.ભુજ વાળાઓ મળી આવતા તેઓની સધન પુછ પરછ કરતા આરોપીઓ ગુનો કર્યાનો એકરાર કરતા હોય અને આરોપીઓ પાસેથી રૂા.૭૦,૦૦૦/- રોકડા તથા ચોરીના રૂપીએ ખરીદેલ મોટર સાયલક-૧ કિ.રૂા.૨૦,૦૦૦/-ની કબ્જે કરેલ છે અને વધુ મુદામાલ કબ્જે કરવા માટે પ્રયત્નો જારી કરવામાં આવેલ છે.
આ વણશોધાયેલ ગુન્હો પોલીસ અધિક્ષકશ્રી એમ.એસ.ભરાડા સાહેબની સુચના અને માર્ગ દશન હેઠળ એલ.સી.બી. પશ્ચિમ કચ્‍છ-ભુજના ઈન્‍ચાર્જ પોલીસ ઈન્‍સ્‍પેકટર શ્રી એમ.બી.ઔસુરા તથા એલ.સી.બી. સ્‍ટાફના સભ્‍યોએ શોધી કાઢેલ છે.

ગૌતમ બુચીયા
9714065405

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY