પદયાત્રીઓની સુરક્ષા અને સલામતી માટે પશ્ચિમ કચ્છ પોલીસ તંત્ર સજ્જ

0
130

ભુજ: આજરોજ પશ્ચિમ કચ્છ એસપી દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજીને માતાનામઢ જતાં પદયાત્રીઓની સુરક્ષા અને સલામતી માટે એક્શન પ્લાન વિશે જણાવ્યું હતું.

હાલમાં પશ્ચિમ કચ્છ ભૂજ જિલ્લામાં માતાનામઢ ખાતે દર્શનાથે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓનો ધસારો રહેતો હોય છે, તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તેમજ શ્રદ્ધાળુઓ શાંતિપૂર્વક પોતાની પ્રવાસ યાત્રા પૂર્ણ કરી શકે અને કોઈ અકસ્માત કે અનિચ્છનીય બનાવો ન બને તે હેતુથી પોલીસ અધીક્ષકશ્રી પશ્ચિમ કચ્છ ભુજના સુપરવિઝન અને સીધા માર્ગદર્શન હેઠળ પશ્ચિમ કચ્છ (ભૂજ) જિલ્લામાં કનૈયાબે થી માતાનામઢ સુધીનો વિસ્તાર આવરી લેવામાં આવ્યો છે. સાથોસાથ ટ્રાફિક નિયમન તેમજ પગપાળા જતા શ્રદ્ધાળુઓની સલામતી અર્થે સતત અને સઘન પેટ્રોલિંગ રાખવામાં આવેલ છે.

કનૈયાબે થી માતાનામઢ સુધીના રોડ ઉપર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે. ડીવાયએસપી કક્ષાના-૩,પોલીસ ઇન્સ્પેક્ટર-૩,સબ પોલીસ ઇન્સ્પેક્ટર -૫, પોલીસ કર્મચારીઓ-૧૬૬, હોમગાર્ડ/જી.આર.ડી -૭૭, ટ્રાફિક વોર્ડના કર્મચારી-૧૧ એમ કુલ ૨૬૫ અધિકારી અને કર્મચારીઓ ખડે પગે બંદોબસ્ત કરશે.

પદયાત્રીઓ કે વાહનચાલકો સાથે કોઈ પણ ઘટના ઘટે કે ઈમરજન્સી મદદની જરૂર પડે તો તમામ પોલીસ સ્ટેશનના તથા કન્ટ્રોલ રૂમના નંબર નીચે મુજબ છે. નીચે આપેલ સંપર્ક નંબરો પર સંપર્ક સાધવા વિનંતી.

☎ જિલ્લા પોલીસ કંટ્રોલ-૦૨૮૩૨૨૫૦૯૬૦,૧૦૦

☎ પધ્ધર પોલીસ સ્ટેશન – ૦૨૮૩૨૨૭૦૧૧૧

☎ ભુજ એ અને બી ડિવિઝન- ૦૨૮૩૨૨૫૩૦૫૦ અને ૦૨૮૩૨૨૨૩૧૫૦

☎ માનકૂવા પોલીસ સ્ટેશન – ૦૨૮૩૨૨૭૫૨૪૫

☎નખત્રાણા પોલીસ સ્ટેશન- ૦૨૮૩૫૨૨૨૧૩૩

☎દયાપર પોલીસ સ્ટેશન – ૦૨૮૩૯૨૩૩૩૩

પશ્ચિમ કચ્છ એસપીએ વધુમાં જણાવ્યું હતું કે પગે ચાલીને જતાં પદયાત્રીઓને વાહન ચાલકો સહેલાઈથી જોઈ શકે તે માટે પદયાત્રીઓના સરસમાન ઉપર રેડિયમ રીફલેકટર લગાડવામાં આવશે તથા પદયાત્રીઓને ટોર્ચ નું વિતરણ પણ કરવામાં આવશે. પદયાત્રીઓ સાથે રોડ ઉપર કોઈ અકસ્માત ન સર્જાય તેમજ પદયાત્રીઓ પોતાની યાત્રા શાંતિપૂર્વક પૂર્ણ કરી શકે તે અંગે પૂરતી તકેદારી રાખવામાં આવશે .

નીચે મુજબ પોલીસે જણાવેલ સાવચેતીનો ધ્યાન રાખવા વિનંતી.

➡રાહદારીઓ આગળ-પાછળ જોઈને સાવધી રાખી ચાલવું

➡સેવા કેમ્પમાં સેવા કરતા માણસો કે સ્વયંસેવકો રોડ પર જઈ અડચણ ઉભી ન કરે પરંતુ રોડની સાઈડમાં નીચે ઉભા રહી સેવા કરે પદયાત્રીઓ પોતાના માલ-સામાનનું ધ્યાન રાખવું

➡પદયાત્રીઓ એકલદોકલ ન ચાલે અને સમૂહમાં ચાલે, સાવધાથી ચાલવું

➡નાના બાળકોને એકલાં મુકવા નહીં. વાહનચાલકો પોતાના વાહન સાવચેતી રાખીને ચલાવવું

➡સીસીટીવી કેમેરા સર્વેલન્સ ચાલું છે. પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ ખાનગી કપડામાં પણ નજર રાખે છે.

➡રાત્રે ચાલતી વખતે ટોર્ચ લાઈટ ચાલું રાખવી ચાલવી. સરસમાન પર રેડિયમ લગાડવું. જેથી આવતા જતાં વાહનચાલકો જોઈ શકે.

➡વાહનચાલક ગમે જગ્યાએ ઉપર નડતરરૂપ થાય તેમ વાહન પાર્ક કરશો નહીં.

➡સેવા કેમ્પ પાસે નિયત જગ્યાએ જ પાર્કિંગ કરવું

➡પદયાત્રીઓ અને સ્વયમ સેવકકો રોડ પર અને કેમ્પમાં ગંદકી ના થાય તેનું ધ્યાન રાખવું

ગૌતમ બુચિયા
9714065405

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY