ન્યુ દિલ્હી,તા.૨૯
ચૂંટણી પંચે કહ્યુ કે રાષ્ટ્રીય પક્ષો સુચનાનો અધિકાર (આરટીઆઈ) કાયદા હેઠળ આવનારા સાર્વજનિક ઓથોરિટી છે જેવી રીતે કેન્દ્રીય સુચના પંચ (સીઆઈસી)એ તે અંગે જાહેરાત કરી હતી. જા કે એક દિવસ પહેલાં જ ચૂંટણીપંચે એક આરટીઆઈ અરજી પર કહ્યુ હતું કે રાજકીય પક્ષો આરટીઆઈ કાયદાના દાયરાથી બહાર છે.
ચૂંટણી પંચે એક નિવેદન જારી કરી સ્પષ્ટ કર્યું કે રાષ્ટ્રીય પક્ષોને આરટીઆઈ કાયદા સાથે જોડાયેલા આશયો માટે સાર્વજનિક ઓથોરિટી જાહેર કરવા માટે સીઆઈસીના ૩ જૂન-૨૦૧૩ના એક આદેશનું તે અનુપાલન કરે છે. સીઆઈસીના આદેશમાં આ અંગે કહેવાયું હતું કે આ પક્ષો દ્વારા પ્રાપ્ત કરાયેલા ફંડની સાથે જ તેમના વાર્ષિક ઓડિટ રિપોર્ટની માહિતી પંચને ક્્યારેય સોંપવામાં આવી તેની જાણકારી સાર્વજનિક કરવામાં આવશે.
આ આદેશ વિહાર ધૂર્વે નામના વ્યક્તિની આરટીઆઈ અરજી પર આવ્યો છે જેણે છ રાષ્ટ્રીય પક્ષો કોંગ્રેસ, ભાજપ, રાકાંપા, બસપા, માકપા અને ભાકપા દ્વારા ચૂંટણી પંચ તરીકે પ્રાપ્ત ફાળાની વિગતો માગી હતી. તેની પહેલી અપીલ કર પંચે કહ્યુ હતું કે માગવામાં આવેલી જાણકારી પંચ પાસે ઉપલબ્ધ નથી.
(જી.એન.એસ)
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




