રાજપીપળા : કેવડિયા કોલોની ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 182 મીટર ની સરદાર પટેલ ની પ્રતિમા બની રહી છે જેનું કામ હાલ અંતિમ ચરણ માં ચાલી રહ્યું છે જેનું નિરીક્ષણ કરવા રાજ્યના મુખ્ય સચિવ જે એન સીંગ તેમજ નર્મદા નિગમના સીએમડી એસ એસ રાઠોડ એ સ્ટેચ્યુ ની મુલાકાત લીધી હતી. હાલ રાજ્ય માં ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર ના મોટાભાગના વિસ્તારો માં વરસાદ ઓછો હોવાને કારણે ખેડૂતો પોતાના પાકને બચાવવા માટે પાણી પાણી ના પોકાર કરી રહ્યા છે જે બાબતે ડેમ નું પૂરતું પાણી ખેડૂતો ને ન આપવા બાબતે મીડિયા એ રાજ્ય ના મુખ્ય સચિવ ને પૂછતાં તેમને જણાવ્યું હતું કે ડેમ માં પાણી કેટલું છે જે નહીં જોવું પરંતુ જે ચાર રાજ્યો માં જેટલું પાણી મળી રહ્યું છે એટલું પાણી સિંચાઈ માટે આપવામાં આવી રહ્યું છે અને ડેમ માં પાણી આવવું જોઈએ એટલું પાણી આવ્યું નથી માટે ગુજરાતને પાણી ઓછું જ આપવામાં આવશે જે પાછલા વર્ષ કરતા આ વર્ષ ની પરિસ્થિતિ થોડી સારી છે પરંતુ ઘણી સારી પણ ન કહી શકાય બીજી બાજુ મુખ્ય સચિવ એમ પણ કહી રહ્યા છેકે આજે પણ 15 થી 20 હજાર ક્યુસેક પાણી ગુજરાતને આપવામાં આવી રહ્યું છે જોકે આ પાણી છોડવામાં આવી રહ્યું છે એ જઈ ક્યાં રહ્યું છે જેનો જવાબ મુખ્ય સચિવઆપી ન શક્યા માત્ર કેનલ માં જાય છે ની વાત કહી જતા રહ્યા હતા
ઉપરાંત આવનારા 31 ઓક્ટોમ્બર ના રોજ પીએમ નરેન્દ્ર મોદી દ્વારા જેનું લોકાર્પણ થવા જઈ રહ્યું છે એ સ્ટેચ્યુ ઓફ યુનિટી નું કામ વહેલામાં વહેલું પૂર્ણ થાય અને હાલ કેટલું કામ બાકી છે જેનું નિરીક્ષણ કરવા રાજ્યના મુખ્ય સચિવ જે એન સીંગ તેમજ નર્મદા નિગમના સીએમડી એસ એસ રાઠોડ એ સ્ટેચ્યુ ની મુલાકાત લીધી હતી અને તેમને જણાવ્યું હતું કે આગામી 25 ઓક્ટોમ્બર સુધી તમામ કામ પૂર્ણ થઇ જશે અને પી.એમ. મોદી આવવાના છે જે બાબતે ફંક્સન ક્યાં કરી શકાય અને કઈ રીતે કરી શકાય અને જે સ્ટેચ્યુ નું લોકાર્પણ પણ ભવ્ય રાખવામાં આવશે અને આ લોકાર્પણ બાદ આખા વર્ષ દરમ્યાન દેશ અને વિદેશ થી પ્રવાસીઓ આવશે જેમના માટે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવશે ત્યારે સ્ટેચ્યુ ની મુલાકાત બાદ નિગમ ના અધિકારીઓ સાથે એક સમીક્ષા બેઠક પણ કરવામાં આવી હતી
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





