રાપરમા અત્યાધુનીક પધ્ધતી થી નિદાન કરી ને ટીબી ને નાથવા જંગ છેડાશે

0
20

રાપર તાલુકામા હવા દ્રારા ફેલાતા રાજરોગ ટીબી સામે જંગ લડવા માટે તાલુકા આરોગ્ય કચેરી રાપર એ જન જાગૃતી અભીયાન હાથ ધર્યુ છે .જેના અંતર્ગત ટીબી ને ફેલાતો અટકાવવા માટે
તા.૬/૧૦/૧૮  ના અતીસંવેદનશીલ વિસ્તારો મા સીબીનાટ પધ્ધતી થી સચોટ નિદાન કરવામા આવ્યુ આ    અભીયાન અંતર્ગત તા. ૬/૧૦/૧૮  ના સવારે સુવઇ ગામે  ૧૦ થી ૧ તેમજ ગેડી ખાતે બપોરે ૨ થી સાંજે ૫  સુધી સૂચીત વાહન ની સુવિધા ઉપલબ્ધ રહેશે. આ પધ્ધતી થી એમ.ડી.આર.(ઝેરી ટીબી) તથા માઇક્રોસ્કોપ અને એકસરે વડે નિદાન ન  કરી શકાતા જટીલ વ્યાધીનુ નિદાન શક્ય બનયુ આ સેવાનો  લોકો ને બહોળી સંખ્યામા લાભ લેવા તાલુકા આરોગ્ય અધીકારી ડો.પોલ સાહેબે અનુરોધ કર્યો હતો      સીનીયર ટીબી સુપરવાઇઝર ચિરાગ ભાઈ સોલંકી અને એસ.ટી.એલ.એસ. ચિરાગ ભાઈ પંડયા અને લેબ ટેક કમલેશ ચૌધરી એ વિશેષ વિગત આપતા જણાવ્યુ હતુ કે સમગ્ર તાલુકા મા ટીબી કેટેગરી ૧ અને 2 ના ૨૭૮ અને મલ્ટી ડ્રગ રેજીસ્ટન્ટ ના ૧૬ મળી ને કુલ ૨૯૪  દર્દીઓ હાલ સારવાર હેઠળ છે. બે અઠવાડીયા થી વધુ ઉધરસ આવતીહોય, 
રાત ના સમયે જીણો તાવ આવવો,વજન ઘટવુ, ભુખ ના લાગવી, છાતી મા દુખાવો કે ગળફામા લોહી પડવુ, આવા લક્ષણો હોય તો વહેલુ નિદાન કરાવી લેવા અનુરોધ કરાયો છે– 

ગેડી અને સુવઇ ના બધા સ્ટાફ એ બહુ સારો સાથ સહકાર આપ્યો

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY