નર્મદા જિલ્લામાં 235 પાક વીમાના કેશો નોંધાયા

0
30

નર્મદા જિલ્લામાં 235 પાક વીમાના કેશો નોંધાયા :બેંકો દ્વારા વીમા પકવવા ખેડૂતની દોડધામ

ખેડૂતોને પોતાના પાકોની થયેલ નુકશાન ને પગલે વીમા પકવવા દોડતા ખેડૂતોના ચપ્પલ ઘસાઈ ગયા

રાજપીપળા : નર્મદા જિલ્લામાં એક લાખ હેકટર થી વધુ જમીનો માં વાવેતર થાય છે અને લગભગ 2 લાખ જેટલા ખેડૂતો છે ત્યારે જેમાંથી સરકારની પ્રધાન મંત્રી ફસલ વીમા યોજના માં માત્ર 235 જેટલા ખેડૂતોએ અરજી કરી વીમો લીધો જેમાં કુદરતી આફત હોય કે રોગ, કે પછી કોઈ માનવ, ઢોર ઢાંખર દ્વારા કરાયેલ નુકશાન આ તમામ બાબતોએ ખેડૂત ને થયેલ નુકશાન બાબતે વળતર જેતે વીમા કંપની આપવાની હોય છે પરંતુ નર્મદા જિલ્લામાં એક પણ ખેડૂત ને આજદિન સુી કોઈ વિમાની રકમ કોઈ ખેડૂત ને મળી નથી ત્યારે ખેતીવાડી વિભાગ પણ આ ખેડૂતોને વહારે આવે એવી ખેડૂતોની માંગ ઉઠી છે.

ખેડૂતો પોતાના પાકનો વીમો કરાવે છે જેમાં આ વર્ષે રોટા વાયરસ થી ખેતીને નુકશાન થયું હતું, એ પહેલા ચોમાસામાં વાવાઝોડાને કારણે હજારો હેટર જમીનો માં કેળાની ખેતીને નુકશાન થયું, સાથે અનિયમિત વરસાદથી જગતનો તાત હંમેશા ચિંતિત અને દુઃખી હોય છે ત્યારે તેમને રક્ષણ અપાતા પાક વીમા યોજના આશીવાદ રૂપ બને પરંતુ આ ેડૂતને નથી વીમા કંપની ગાંઠતી કે નથી બેંકોના આધિકારીઓ, વીમા ખોલાવવા મોટા મેળા કરીને જાહેરાતો કરે છે પણ જયારે વીમો પાકવાની વાત આવે તો બધ્ધા હાથ અધ્ધર કરી દે છે. ત્યારે હવે ખેડૂતો માટે આ પ્રધાનમંત્રી ફસલ યોજના પણ જનધન જેવી નિષ્ફળ દેખાઈ રહી છે.

બોક્ષ : અમે પ્રધાન મંત્રી ફસલ યોજના અંતર્ગત વીમો ખોલાવ્યો જેમાં ગત ચોમાસામાં વાવાઝોડામાં અમારા પાકને નુકશાન થયું સાથે અમારા પાડોશી ખેડૂત ને તો વાયરસ લાગતા અડધું ખેતર સાફ થઇ ગયું કેળા બગડી ગયા અને પાકી ગયા તો અમે છેલ્લા કેટલાય વખત થી બેંકોના ધક્કા ખાઈ રહ્યા છે પણ કોઈ અમારી વાત સાંભળતું નથી જેથી શું પદ્ધતિ છે એપણ અમને ખબર નથી અમારે વીમો પકાવવા ક્યાં જવું >>>સતીષ વસાવા,માંગરોલ

બોક્ષ : નર્મદા જિલ્લામાં કુલ 235 જેટલી વીમા માટે અરજી આવી છે જેમાં જેતે નિયુક્ત કરેલ વીમા કંપનીઓને બેંકો મારફતે મોકલાવાતા 235 અરજી મંજુર થઇ છે હાલ એક પણ ક્લેમ નથી આવ્યો આ વીમો પકાવવા એક કમિટી નક્કી કરી છે જે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતા માં મળે અને ખેડૂતોના નુકશાન ની ચકાસણી, સરવે કરવામાં આવે જે પછી ખેડૂતને વળતર આપવામાં આવે પણ આવી કોઈ ફરિયાદ નથી >>અલ્પેશ પટેલ નાયબ ખેતીવાડી અધિકરી,નર્મદા

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY