Sunday, November 8, 2026
Home Breaking News ( Homepage ) લડેંગે તો જીતેંગેના નારા સાથે સુરતમાં હાર્દિકના સમર્થનમાં લોકોના ઉપવાસ સુરત,તા.૨


લડેંગે તો જીતેંગેના નારા સાથે સુરતમાં હાર્દિકના સમર્થનમાં લોકોના ઉપવાસ સુરત,તા.૨

0
31

પાટીદાર અનામત આંદોલનમાં પાસના મુખ્ય કન્વીનર હાર્દિક પટેલ દ્વારા આમરણાંત ઉપવાસના નવમાં દિવસે સુરતમાં પાટીદારો દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ધૂનનું આયોજન કરવામાં આવ્યું છે. પાટીદારો દ્વારા લડેંગે તો જીતેંગેના નારા સાથે આ કાર્યક્રમો ઘડી કાઢવામાં આવ્યાં છે. વિવિધ સોસાયટીઓમાં શરૂ થયેલા આ પ્રતિક ઉપવાસ અને ધૂનના કાર્યક્રમથી સંગઠનની શÂક્ત દેખાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું પાટીદારોએ જણાવ્યું હતું.
હાર્દિક પટેલ દ્વારા અમદાવાદમાં તેના નિવાસ સ્થાને આમરણાંત ઉપવાસ કરવામાં આવ્યાં છે. ત્યારે સુરતમાં પાટીદારો દ્વારા વરાછા વિસ્તારમાં આવેલી વિવિધ સોસાયટીઓમાં પ્રતિક ઉપવાસની સાથે સાથે રામધૂનના આયોજન કરાવમાં આવી રહ્યાં છે. હાર્દિક પટેલના સમર્થનમાં તથા અલ્પેશ કથિરીયાને જેલમુક્ત કરવા અને ખેડૂતોના દેવા માફ થાય તે માટે આ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યુ છે.
પાટીદારો દ્વારા વરાછા વિસ્તારમાં રોજે રોજ અલગ અલગ સોસાયટીઓમાં કાર્યક્રમોના આયોજન કરવામાં આવી રહ્યાં છે. સોસાયટીના રહિશો દ્વારા અપાતાં આ કાર્યક્રમમાં સરકારના કાન ખૂલે તે માટે રામધૂન અને સરકારને સદબુદધ મળે તે માટે હવનનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે હવે પાટીદારો દ્વારા સાતમ આઠમના તહેવારમાં ડબલ આયોજન કરવામાં આવ્યાં છે. જેમાં રામધૂન અને પ્રતિક ઉપવાસના પણ આયોજન કરાયાં છે.

(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY