રાજપીપળા : નર્મદા ની સ્વામી દયાનંદ આશ્રમ શાળા ખાતે આચાર્ય દ્વારા બાળકીઓની છેડછાડની ઘટના બાબતે જિલ્લા પ્રસાશન દ્વારા આરોપી આચાર્ય સામે ગરૂડેશ્વર પોલીસ સ્ટેશનનાં આઇ.પી.સી. કલમ ૩૫૪ પોસ્કો કલમ-૮,૧૦ તથા એટ્રોસીટી એક્ટ કલમ- ૩(૧) (W)(i), ૩(2)(vii) મુજબનો ગુન્હો નોંધી આરોપી હર્ષદભાઇ જયંતીભાઇ પટેલને તા.૧/૯/૨૦૧૮ ના રોજ અટક કરવામાં આવેલ હતા
ત્યારે આ બાબતે મદદનીશ કમિશનર આદિજાતિ, નર્મદા દ્વારા જણાવ્યાં મુજબ તેમને તાત્કાલિક આશ્રમશાળાની મુલાકાત લીધી હતી અને વિદ્યાર્થીનીઓની રૂબરૂ મુલાકાત લેવામાં આવી હતી અને સ્વામી દયાનંદ સાંસ્કૃતિક અને શૈક્ષણિક કેન્દ્ર, માંગરોલ સંચાલિત સંસ્થાને સંચાલનમાં બેદરકારી દાખવવા બદલ નોટીસ આપવામાં આવી હતી. તેમજ સંસ્થા દ્વારા આરોપી આચાર્યને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવેલ છે. તેમજ તેમના પરિપત્ર દ્વારા આશ્રમ શાળાઓમાં અભ્યાસ કરતી કન્યાઓની શારીરિક / માનસિક હેરાનગતિ, છેડછાડ જેવા બનાવો બનતા અટકે તે માટે દરેક આશ્રમ શાળામાં મહિલા સભ્ય અને વિદ્યાર્થીઓનાં બે વાલીની બનેલી મહિલા સુરક્ષા સમિતિની ફરજિયાત રચના કરવાનું તથા દર માસે તેની મીટીંગ બોલાવવાનું ફરજિયાત કરેલ છે. આ સિવાય જિલ્લામાં મહિલાઓની સુરક્ષા માટે પોલીસ વિભાગ તરફથી નિર્ભયા સ્કવોર્ડની રચના કરવામાં આવી છે. જે સમગ્ર નર્મદા જિલ્લાના કોઇપણ સ્થળે મહિલાઓની સુરક્ષાની કામગીરી આવેલ છે. જેમાં કોઇપણ વિદ્યાર્થીનીને તકલીફ હોય તો તેમાં લેખિત ફરિયાદ કરી શકે છે. તેમજ ઇન્ચાર્જ અધિકારીનો ફોન નંબર પેટી ઉપર લખાયેલ હોય છે. જેથી સીધી ફરિયાદ કરી શકાય અને ઇન્ચાર્જ અધિકારી તાત્કાલિક મહિલાઓ સંચાલિત નિર્ભયા ટીમ ફરિયાદવાળી જગ્યાએ મોકલવામાં આવે છે. આ તમામ માહિતી ગુપ્ત રાખવામાં આવે છે, તેમ જિલ્લા પ્રસાશન દ્વારા જણાવાયું છે.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



