સુરત, તા.૮
સેન્ટ્રલ ઝોનના એડી. સીટી ઈજનેર અને કાર્યપાલક ઈજનેરની સૂચના અને માર્ગદર્શન હેઠળ સેન્ટ્રલ ઝોનમાં શહેર વિકાસ ખાતાના સ્ટાફ દ્વારા ટાઉન પ્લાનિંગ ખાતાના સ્ટાફ સાથે સંકલનમાં રહી વોર્ડ નં.૮ ગોપીપુરા વિસ્તારમાં સંઘાડીયાવાડ મેઈન રોડ પર ૩૦ ફુટ એલાઈમેન્ટના રસ્તામાં આવતી જગ્યા તથા મિલ્કતોના ડીમોલીશનની કામગીરી તા.૩-૧૦-૨૦૧૮ના રોજથી તા.૬-૧૦-૨૦૧૮ સુધી કરવામાં આવેલ છે. જેમાં કુલ ૬૫ મિલ્કતોને અસર થતી હોઈ, જે અન્વયે કુલ ૨૬ મિલ્કતોમાં ડીમોલીશનની કાર્યવાહી કરી આશરે ૧૦૨૪ ચો.ફુટ વિસ્તાર ખુલ્લો કરવામાં આવેલ છે. વધુમાં સેન્ટ્રલ ઝોનનાં વોર્ડ નં.૪ બેગમપુરા, નોîધ નં.૩૫૨૪, ૩૩૩૮ પૈકી ઈસ્ટ સાઈડ વાળી મિલ્કતમાં તા.૪-૧૦-૨૦૧૮ના રોજ મંજુર પ્લાન વિરૂદ્ધ પાંચમાં માળે આશરે ૪૫૦ ચો.ફુટ માપ વિસ્તારમાં આર.સી.સી. સ્લેબ દુર કરી ડીમોલીશનના વહીવટી ચાર્જ પેટે રૂ.૫૦,૦૦૦ વસૂલ લેવામાં આવેલ છે. ઉપરાંત વોર્ડ નં.૧૧, નાણાવટ, નોîધ નં.૧૨૭૪, ૧૨૭૫ વાળી મિલ્કતમાં તા.૬-૧૦-૨૦૧૮ના રોજ મંજુર પ્લાન વિરૂદ્ધ પાંચમાં માળે આશરે ૮૦૦ ચો.ફુટ માપ વિસ્તારમાં આર.સી.સી. સ્લેબ, ટેરેસ ફ્લોર પર વધારાની કેબીન તથા આશરે ૨૦૦ ચો.ફુટ શટરિંગ દુર કરવામાં આવેલ છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





