હજીરા વિસ્તારના ગામડાઅોમાં પાણી પુરૂ પાડવા આગોતરૂ આયોજન હાથ ધરાયું

0
237

સુરત : પાણી પુરવઠા, ગ્રામ ગૃહ નિર્માણ, પશુપાલન વિભાગના મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાના અધ્યક્ષસ્થાને આજરોજ સુરત જિલ્લામાં પીવાના પાણી પરિસ્થિતિ અને સંભવિત આયોજન અંતર્ગત સમીક્ષા બેઠક તથા પશુપાલન વિભાગની કામગીરીની સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં ધારાસભ્ય સર્વશ્રી મુકેશભાઈ પટેલ, ઝંખનાબેન પટેલ, મોહનભાઈ ઢોડિયા, વલસાડના ધારાસભ્યશ્રી ભરતભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
સુરત સરકીટ હાઉસ ખાતે યોજાયેલી બેઠકમાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે છેવાડાના માનવી સુધી પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે કામને હંમેશાં પ્રાધાન્ય આપ્યુ છે. આગામી દાયકાઓની સંભવિત વસ્તી વધારાને ધ્યાને લઈ પાણી પુરૂ પાડવા માટેનું આયોજન થાય તે જરૂરી છે. પીવાના પાણીની મુશ્કેલી હોય તેવા વિસ્તારમાં તાત્કાલિક ધોરણે પાણીનો પુરવઠો પહોંચે તે માટે અધિકારીઓને જરૂરી કાર્યવાહી કરવાની તાકીદ કરી હતી. બેઠકમાં વરીયાવ પાણી પુરવઠા જુથ યોજનાને જીવંત કરવી, દરિયાકાંઠાના વિસ્તારોમાં પાણી પહોંશે, ઓલપાડ મથકની વસ્તી વધારાને ધ્યાને લઈ નવો સોર્સ ઉભો કરવા જેવી ધારાસભ્યશ્રી પટેલની રજુઆત ધ્યાને લઈને સત્વરે કાર્યવાહી કરી રીપોર્ટ કરવા જણાવ્યું હતું. આ ઉપરાંત છેવાડાના દરિયાકાંઠાના ગામોમાં જતા પાણીને અન્ય સ્ત્રોત માટે વાપરી શકાય નહી તેમજ જુના રેકોર્ડમાં રહેલા બોરને દુર કરવા, હજીરાના વિસ્તારોના ગામોમાં પાણી પુરુ પાડવાનું આગોતરૂ આયોજન ધડી કાઢવા જણાવ્યું હતું. પશુપાલન વિભાગની બેઠકમાં રાજય સરકારની વિવિધ પશુપાલનની કલ્યાણકારી યોજનાઓની માહિતી ગ્રામ્ય વિસ્તારો સુધી પહોચે તે માટે વધુમાં વધુ કાર્યવાહી કરવાની હિમાયત કરી હતી. બેઠકમાં પાણી પુરવઠાના મુખ્ય ઇજનેશ્રી, અધિક્ષક ઈજનેરશ્રી એચ.આઈ.સોલકી, પશુપાલન અધિકારી ડો.ડી.બી.શુકલ તેમજ પાણી પુરવઠા અને પશુપાલન વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
૦૦૦૦

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY