ભુજ: ભુજના સુરલભીટ વિસ્તારમાં બે લાખની કારમાંથી દારૂની બોટલો સાથે એક શખ્સ પકડી પાડ્યો હતો. એન એક શખ્સ ફરાર થઈ ગયો હતો.
ભુજ બી ડિવિઝન પોલીસને મળેલી બાતમીના આધારે વોચ ગોઠવી હતી. અલટો કારથી દારૂ આપવા આવેલો હતો ત્યારે કારચાલકે પોલીસને ચકમો આપી નાસી ગયો હતો. જ્યારે સંજય નગરી વિસ્તારમાં રહેતો રમજુ હારૂન ધોસા નામનો ઈસમ દારૂની ડિલિવરી લેવા આવ્યો હતો ત્યારે પોલીસે તેને પકડી પાડ્યો હતો. રૂ.૩૭૧૦૦ની કિંમતનો દારૂ તથા અલ્ટો કાર જપ્ત કરીને પોલીસ કાર્યવાહી આપવામાં આવેલ છે.
પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક એમ.એસ.ભરાડા, ના.પો.અધી. એન.વી.પટેલના માર્ગદર્શન હેઠળ બી ડિવિઝન પીઆઈ વી.કે. ખાંટની રાહબરી હેઠળ પો.કો. પંકજકુમાર મળેલી બાતમીના આધારે પોલીસ સ્ટેશનના એ.એસ.આઇ. હિંમતસિંહ બી. ચૌહાણ,પો.હેડ.કોન્સ. પંકજકુમાર આર. કુશવાહ તથા નરેન્દ્રભાઈ ધરડા,પો.કોન્સ. ફ્લજીભાઈ મુંજી,પો.કોન્સ. ધર્મેન્દ્રસિંહ ઝાલા,પો.કોન્સ. ભગીરથસિંહ તથા મહિપાલસિંહ સાથે મળીને આ કામગીરી પાર પાડી હતી.
ગૌતમ બુચિયા
9714065405
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*



"વંદે માતરમ ,ભારત માતાકી જય"






