વાપીમાં કર્મચારી દ્વારા સાત મહિનાથી બાકી પગાર વસુલવાની ગુનાહિત રીત

0
477

વાપી:
વાપીમાં એક ઓફિસમાં ફરજ બજાવતા કર્મચારીને માલિક દ્વારા છેલ્લા. ૬-૭ મહિનાથી પગાર નહીં ચૂકવતાં કર્મચારીએ રૂ. ૨૫ હજાર રોકડા અને ટીવી તથા કોમ્પ્યુટરની ચોરી કરી ફરાર થઈ ગયો હતો. આ બાબતે દુકાનના માલિકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર વાપીના ગુંજન વિસ્તારમાં અમર લક્ષ્મીદાસ ઠક્કરની ઓફિસ આવેલી છે. આ ઓફિસમાં પંકજ સંજય યાદવ નામનો કર્મચારી કામ કરતો હતો. દરમિયાન ગત રોજ દુકાનમાંથી રૂ. ૨૫ હજાર રોકડા, કોમ્પ્યુટર અને ટીવી ચોરી થતાં અને કર્મચારી ગૂમ જણાતાં માલિકે કર્મચારી દ્વારા ચોરી કર્યાની ફરિયાદ નોંધાવી હતી. દુકાનના માલિકે પંકજ યાદવને ફોન કરતાં તેણે ફોન કાપી નાંખ્યો હતો અને અન્યના ફોન દ્વારા માલિક સાથે વાત કરી હતી. માલિકે આ બાબતે ફોનધારકને તે ક્યાં છે અને શું કરે છે પૂછતાં તે અવધ એક્ષપ્રેસમાં રાજસ્થાનના કોટા જંકશન પાસે ઊભા હોવાનું જણાવતા વાપી ઉદ્યોગનગર પોલીસે આરપીએફ પોલીસને તે અંગે જાણ કરતાં તેને કોટા ખાતે ઝડપી પાડી વાપી લાવી પૂછપરછ કરતાં કરતાં પંકજ યાદવે તેના માલિક દ્વારા છેલ્લાં ૭ મહિનાથી પગારની ચૂકવણી નહીં કરાતી હોવાથી ચોરી કર્યાનું કબૂલ્યું હતું.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY