કોઈ દેખાવો કે વિરોધ પ્રદર્શન કરશે તો જે તે વખતે જરૂરી કાર્યવાહી તો થશે પણ પોલીસ દ્વારા આ કાર્યક્રમ શાંતિપૂર્ણ થાય તેવું અમારું આયોજન છે : અભય ચુડાસમા
રાજપીપળા : વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટી નું લોકાર્પણ કરવા 31 તારીખે આવનાર છે જેને હવે વીસ જ દિવસો બાકી રહ્યા છે ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કાર્યક્રમ ને લઈ આજે રાજ્યના ડિજીપી શિવાનંદ ઝા,રાજ્યના ગૃહ સચિવ પ્રમોદ તિવારીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી તેમજ સરદાર સરોવર નર્મદા ડેમની મુલાકાત લીધી હતી અને વિવિધ પોઈન્ટ પર તેઓ ગયા હતા ને જરૂરી જાણકારી લીધી હતી .આ પ્રસંગે વડોદરા રેન્જ આઈજી અભય ચુડાસમા ,નર્મા એસ પી મહેન્દ્ર બગાડિયા નર્મદા બટાલિયન ના યાદવ વિગિરે પોલીસ અધિકારીઓ પણ જોડાયા હતા તદઉપરાંત તેઓએ સ્થાનિક પોલીસ અધિકારીઓ સાથે મિટિંગ કરી હતી ,આ મુલાકાત અંગે વડોદરા રેન્જ ના ડી આઈ જી અભય ચુડાસમા એ જણાવ્યું હતું કે સ્ટેચ્યુ ઓફ યુનિટી ના લોકાર્પણ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવનાર છે જે કાર્યક્રમ ને.લઈ ને રાજ્યના ડીજીપી તેમજ ગૃહ સચિવે સ્ટેચ્યુ ઓફ યુનિટી તેમજ સરદાર સરોવર નર્મદા ડેમની મુલાકાત કરી હતી અને વડાપ્રધાનના કાર્યક્રમમાં કાયદો વ્યવસ્થા કેવી રીતે જાળવવી તેમજ સુરક્ષા બંદોબસ્ત કેવો રાખવો જે અંગે ચર્ચા વિચારણા કરી હતી.

પ્રધાનમંત્રી ની જાહેરસભા ક્યાં યોજાશે જેના સવાલ મા અભય ચુડાસમા એ જણાવ્યુ હતુ કે હજુ જાહેરસભા સ્થળ નક્કી થયું નથી .વધુમાં જણાવ્યું હતું કે કોઈ દેખાવો કે વિરોધ પ્રદર્શન કરશે તો જે તે વખતે જરૂરી કાર્યવાહી તો થશે પણ પોલીસ દ્વારા આ કાર્યક્રમ શાંતિપૂર્ણ થાય તેવું અમારું આયોજન છે.પર પ્રાંતીય હુમલા બાબતે જણાવ્યું હતું કે વડોદરા રુલર એક ઘટનામાં માં 18 છોકરાઓને ધરકપકડ કરવામાં આવી છે અને તેમના રિમાન્ડ પોલીસે લીધા છે .અને આજની સ્થિતિ એ એકદમ શાંતિ છે અને પોલીસ કડક હાથે કામ કરી રહી છે.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.940897550
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*



"વંદે માતરમ ,ભારત માતાકી જય"






