ગોંડલ,તા.૧૯
ગોંડલ વાસાવડ રોડ પર ૧૧ વર્ષ પહેલા તાલુકા પંચાયતની જીપ અને મોટરસાયકલ વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં બે કર્મચારીનાં મોત નિપજ્યા હતા. જે અંગેનો કેસ અત્રેની અદાલતમાં ચાલી જતા અદાલતે તાલુકા પંચાયત સામે એક કરોડ વસુલ કરવા હુકમ કર્યો છે.
પ્રાપ્ત વિગતો મુજબ ૧૧ વર્ષ પહેલાના અકસ્માતની ઘટનામાં જીપની માલિકી અંગે ગોંડલ તાલુકા પંચાયત કચેરી દ્વારા ઇનકાર કરવામાં આવ્યો હતો અને આ જીપની હરાજી કરી વેચી દેવામાં આવી હોવાનું જણાવાયું હતું પરંતુ જીપ ખરીદનાર વ્યક્તિ દ્વારા ટેક્સ, વીમો, પાસિંગ ના કાગળો તાલુકા પંચાયત દ્વારા આપવામાં ના આવ્યા હોવાનું જણાવી પોતે જીપ નું રજીસ્ટેશન ના કરવી શક્યા નું કહેતા અદાલત દ્વારા જીપના રજીસ્ટેશન અંગેની તપાસ કરાતા જીપનું રજીસ્ટ્રેશન તાલુકા પંચાયતના નામે હોવાનું બહાર આવ્યું હતું, અકસ્માત માં ગંભીર બેદરકારી ને કારણે અરજદાર તરફે રાજુ થયેલ પુરાવા, દલીલો ને ન્યાયાધીશ એમ પી પુરોહિતે ધ્યાને લઇ બંને કેસના મળી રૂ. ૧,૦૧,૧૮,૪૮૪ વ્યાજ ખર્ચ સહિત ચૂકવવા હુકમ કર્યો હતો.
તાલુકા પંચાયત પાસેથી વાસાવડ ગામના રહેવાસી ભરતભાઈ જીવાભાઈ સરવૈયાએ જીપ ખરીદી કરી હતી અને તારીખ ૧૯ ૭ ૨૦૦૭ ના રોજ અકસ્માત સર્જાતા મોવિયા ગામે રહેતા દિલીપભાઈ રત્નાભાઇ ડાભી અને ગોંડલ રહેતા લખધીરસિંહ જારુભા વાઘેલા નું મોત નીપજ્યું હતું, અદાલતે દિલીપભાઈ ના પરિવારને રૂ ૪૦ લાખ અને લખધીરસિંહ ના પરિવારને ૬૦ લાખ ચૂકવવા હુકમ કર્યો હતો.
(જી.એન.એસ)
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






