ગાંધીનગર,તા.૧૧
વાઇબ્રન્ટ ગુજરાત સ્ટાર્ટઅપ અને ટેકનોલોજી સમિટનો પ્રારંભ કરાયો હતો. ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી રૂપાણીનાં હસ્તે સમિટનું ઉદઘાટન કર્યું હતું. આ કાર્યક્રમમાં ટોચનાં નેતાઓ હાજર રહ્યાં હતા. આ કાર્યક્રમનું ૧૧ થી ૧૩ ઓક્ટોબર સુધી સમિટનું આયોજન કરવામાં આવ્યું છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્પષ્ટપણે વિશ્વાસ વ્યકત કર્યો હતો કે, આજનો યુવા પોતાના આગવા ઇનોવેશન્સ અને સ્ટાર્ટઅપના માધ્યમથી ગુજરાતની વાયબ્રન્ટ ઇકોનોમીમાં સહભાગી થવા સંપૂર્ણ સજ્જ છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, સમગ્ર વિશ્વમાં ભારત યુવા દેશ છે અને આ ડેમોગ્રાફીક ડીવીડન્ડ જ સ્ટાર્ટઅપ ક્રાંતિ લાવી દેશને વિશ્વગુરૂ બનાવશે. મુખ્યમંત્રીએ ગાંધીનગરમાં આજથી ત્રણ દિવસ માટે યોજાઇ રહેલી વાયબ્રન્ટ ગુજરાત સ્ટાર્ટઅપ એન્ડ ટેકનોલોજી સમિટ ર૦૧૮નો પ્રારંભ કરાવ્યો હતો.
ઉત્સાહ અને તરવરાટથી છલકતા યુવા સ્ટાર્ટઅપ્સને તેમણે આહવાન કર્યુ કે સમગ્ર વિશ્વમાં કોઇને કોઇ નવું કરવાની તમન્ના, ધગશ સાથે આવેલા યુવા સ્ટાર્ટઅપ અને ટેકનોલોજી ક્ષેત્રના નવોન્મેષી યુવાઓ સાથે વૈચારિક આદાન-પ્રદાનથી ભારતને સ્ટાર્ટઅપ ઇનોવેશન્સ અને ટેકનોલોજીમાં અવ્વલ બનાવવાનું નેતૃત્વ આ યુવાશÂક્ત લે. મુખ્યમંત્રીએ કહ્યું કે ભારતની આ સૌથી મોટી સ્ટાર્ટઅપ એન્ડ ટેકનોલોજી સમિટમાં ૪૦ ગ્લોબલ લીડર્સ દ્વારા ભવિષ્યનું માર્ગદર્શન મળશે. એટલું જ નહી, લોકોની ડે-ટૂ-ડે ચેલેન્જીસના ઉપાયો માટે પણ આ ઇવેન્ટમાં ટેકનોલોજીના વિનિયોગ અંગે વિચાર મંથન થશે.
વિજય રૂપાણીએ ભારતના અર્થતંત્રમાં નવોન્મેષી સ્ટાર્ટઅપની અહેમિયત ધ્યાને રાખીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ર૦૧૬માં ત્રણ વિષયો પર ફોકસ કરીને સ્ટાર્ટઅપ ઇનીશ્યેટીવ્સનો પ્રારંભ કરાવ્યો છે તેની ભૂમિકા આપી હતી. સિમ્પલીફીકેશન એન્ડ હેન્ડ હોલ્ડીંગ, ફંડીંગ સપોર્ટ એન્ડ ઇન્સેટીવ્ઝ તેમજ ઇન્ડસ્ટ્રી એકેડેમીયા પાર્ટનરશીપ એન્ડ ઇન્કયુબેશનના આ ફોકસ સેકટરને પરિણામે ભારતમાં યુવા સ્ટાર્ટઅપ માટે રાષ્ટÙની પ્રગતિમાં યોગદાન આપવાના અવસર મળ્યા છે એમ તેમણે ઉમેર્યુ હતું.
મુખ્યમંત્રીએ કહ્યું કે, આપણી પરંપરા મુજબની ચાલી આવતી પ્રક્રિયાઓમાં સમયાનુકુલ ટેકનોલોજીના ઉપયોગથી પરિવર્તન અને બદલાવ લાવવામાં સ્ટાર્ટઅપ મહત્વપૂર્ણ બની રહેશે. યુવાશકિત ને જાબ સીકર થી જાબ ગીવર બનાવવાની ક્ષમતા આમાં રહેલી છે એમ તેમણે દ્રઢતાપૂર્વક જણાવ્યું હતું. મુખ્યમંત્રીએ ઉમેર્યુ કે ભારતમાં આજે અંદાજે ર૦ હજારથી વધુ સ્ટાર્ટઅપ્સે પ૦ બિલીયન યુ.એસ.ડોલરની કુલ માર્કેટ વેલ્યુનું સર્જન કર્યુ છે. વિજય રૂપાણીએ ગુજરાતે ૧૮૪ સ્ટાર્ટઅપને માન્યતા આપી છે અને રાજ્ય સરકાર તરફથી ફંડ આપ્યું છે તેની વિગતો આપતાં ર૦ર૧ સુધીમાં રાજ્યમાં બે હજાર નવા સાહસ પ્રમોટ કરવા અને ૭ હજાર કરોડ રૂપિયાના રોકાણોનો લક્ષ્યાંક રાખ્યો છે તેમ પણ જણાવ્યું હતું.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"






