લખતર રાજમહેલમાં ચોર રણછોડજીની મૂર્તિ સહિત સોના-ચાંદીના આભૂષણો લઈ ફરાર

0
7

સુરેન્દ્રનગર,તા.૧૧
સુરેન્દ્રનગરના લખતરમાં ચોર ગેંગ ફરીથી સક્રિય થઇ હોય તેવું લાગી રહ્યું છે જીલ્લાના ધ્રાંગધ્રા વઢવાણના રાજમહેલમાં અગાઉ પણ ચોરીની ઘટના બની હતી. ત્યારે ગઈકાલે રાત્રે લખતરની મધ્યમાં આવેલી રણછોડજીની હવેલીમાં મોડી રાત્રીના અરસામાં તસ્કરો ત્રાટક્્યા હતાં અને મોટા પ્રમાણમાં સોના, ચાંદીની ચોરી થઇ હોવાનું બહાર આવ્યું છે.
લખતરના રણછોડજીની મૂર્તી સહિત સોનાના આભુષણો સોના અને ચાંદીના થાળી વાટકા સહિત સામગ્રીની ચોરી કરી ચોર ફરાર થઇ ગયા હતાં. લખતરના રાજમહેલમાં ચોરી થયાના સમાચાર વાયુવેગે પ્રસારિત થતા લોકોના ટોળે ટોળે રાજમહેલ આવી પહોચયા હતાં અને આ ઘટનાની જાણ પોલીસને થતાં ડીવાઇએસપી બી. એમ. વસાવા, લખતર પીએસઆઇ એમ. કે. ઇસરા, એફ.એસ.એલ ડોગ સ્કવાડ સહિત ટીમ દ્વારા સઘન તપાસ હાથ ધરી છે.
પોલીસ દ્વારા ચોરી અંગેનો ગુનો નોંધવાની તજવીજ શરૂ કરાઈ હતી અને કેટલી કિંમતના સોના ચાંદીની ચોરી થઇ તેની ગણતરી ચાલુ કરાઈ હતી. આ ઘટનાનો ભેદ ઉકેલવા એફ. એસ. એલ અને ડોગ સ્ક્વાડની મદદ લેવાઇ રહી છે. વધુ તપાસ ડીવાયએસપી બી. એમ. વસાવા ચલાવી રહ્યા છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY