૨૦૧૯ પહેલા ભાજપ રામ મંદિર ન બનાવે તો સત્તા ખાલી કરી દે : શિવસેના

0
26

ન્યુ દિલ્હી,તા.૧૧
૨૦૧૯માં યોજનારી લોકસભાની ચૂંટણી પહેલા ફરી એકવાર રામમંદિરનો મામલો ગરમાય રહ્યો છે. આ મામલા પર ભાજપના સાથીપક્ષ શિવસેનાની સક્રિયતા વધી છે. શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે ખુદ અયોધ્યા જઈને સંતો સાથે મુલાકાત કરવાના છે. પરંતુ આ પહેલા શિવસેનાના સાંસદ સંજય રાઉતે ગુરુવારે અયોધ્યા જતા પહેલા ભાજપ પર નિશાન સાધ્યું હતું.
રાઉતે કહ્યું છે કે ૨૦૧૯ પહેલા ભાજપ રામમંદિરનું નિર્માણ કરાવી શકે નહીં, તો તેણે સત્તા છોડી દેવી જાઈએ. શિવસેનાના નેતા સંજય રાઉતે કહ્યું છે કે રામમંદિરને લઈને રાજનીતિ ચાલી રહી છે. રામમંદિર પરની રાજનીતિ ૨૦૧૯ પહેલા સમાપ્ત થવી જાઈએ. મહત્વપૂર્ણ છે કે શિવસેનાના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે દશેરા બાદ અયોધ્યાની મુલાકાતે જવાના છે.
પોતાની મુલાકાત દરમિયાન તેઓ લોકોને જણાવવાના છે કે હાલની ભાજપની સરકાર અયોધ્યામાં રામમંદિર નિર્માણ માટે કંઈ કરી રહી નથી. ઉદ્ધવ ઠાકરેની મુલાકાતની તારીખ દશેરા બાદ શિવસેના દ્વારા જાહેર કરવામાં આવશે. શિવસેનાના સાંસદ સંજય રાઉતે કહ્યુંછે કે રામમંદિરનો મામલો અફઘાનિસ્તાન અથવા પાકિસ્તાન સાથે જાડાયેલો નથી.
આ મામલો ભગવાન રામ સાથે જાડાયેલો છે. રાઉતે માગણી કરી છે કે રામમંદિરના મામલે અધ્યાદેશ લાવવો જાઈએ. આ મામલો કોર્ટમાં ઉકેલાશે નહીં. શિવસેનાના નેતા રાઉતે કહ્યું છે કે આ રાજકીય, ધાર્મિક અને રાષ્ટ્રીય મામલો છે.
જેવી રીતે ટ્રિપલ તલાક અને એસસી-એસટી એક્ટ પર અધ્યાદેશ લાવવામાં આવ્યો હતો.. તેવી રીતે જા વડાપ્રધાન મોદી ઈચ્છે, તો ૨૪ કલાકમાં વટહુકમ લાવી શકાય છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY