ચાર દિવસમાં બંધ થઈ જશે ૯૦ કરોડ ક્રેડિટ-ડેબિટ કાર્ડ…!!!

0
13

ન્યુ દિલ્હી,તા.૧૧
આ ફેસ્ટિવ સીઝનમાં ૯૦ કરોડ ડેબિટ અને કેર્ડેટ કાર્ડ ધારકોના કાર્ડ બંધ થઇ શકે છે. ભારતીય રિઝર્વ બેન્કે કાર્ડ બહાર પાડતી વિદેશી કંપનીઓ માટે એક નિયમ લાગૂ કર્યો હતો જેના માટે તેમને ફક્ત ૬ મહિનાનો સમય આપવામાં આવ્યો હતો. આ સમય મર્યાદા ૧૫ ઓક્ટોબરે પૂરી થઇ રહી છે. આરબીઆઇએ સમય મર્યાદા વધારવાના આગ્રહને સંપૂર્ણપણે નકારી કાઢ્યો છે.
દેશમાં મોટાભાગની બેન્કો પોતાના ગ્રાહકોને માસ્ટરકાર્ડ અથવા વીઝાનું ડેબિટ-ક્રેડિટ કાર્ડ બહાર પાડે છે. આરબીઆઇએ આ વિદેશી પેમેન્ટ ગેટવે કંપનીઓને દેશમાં પોતાનું સર્વર લગાવવા માટે ૧૫ ઓક્ટોબર સુધીનો સમય આપ્યો હતો.
માસ્ટરકાર્ડ અને વીઝાના ડેબિટ કાર્ડ તથા ક્રેડિટ કાર્ડ બંધ થાય તો લોકો પાસે રોકડ ઉપરાંત યૂપીઆઇ, નેટબેંકિંગ અને મોબાઇલ વાલેટ જેવા પેમેન્ટ ઓપ્શન જ બચશે. પરંતુ તેનાથી પણ તે લોકોને પેમેન્ટ કરી શકશે જેના પાસે ઇન્ટરનેટ કનેક્શન હશે અને જે આવી પેમેન્ટ એપનો ઉપયોગ કરે છે.
કાર્ડ બંધ થવાથી લોકો પાસે રોકડની સમસ્યા વધશે. મોટાભાગના લોકો હજુ પણ પોતાના ડેબિટ કાર્ડનો ઉપયોગ એટીએમમાંથી પૈસા લેવા માટે કરે છે. જા લોકો એટીએમમાંથી પૈસા નહી ઉપાડી શકે તો ફેસ્ટિવ સીઝનમાં તેમના માટે મોટી સમસ્યા ઉભી થશે. આરબીઆઇનો આ નિર્ણય ૯૦ કરોડ લોકો પર ભારે પડી શકે છે.
જા તમારી પાસે પણ માસ્ટર કાર્ડ અથવા વીઝાનું ડેબિટ અને ક્રેડિટ કાર્ડ હોય તો તમે તેને સરળતાથી બદલી શકો છો. જા કે તેના માટે તમારે તમારી બેન્કનો સંપર્ક સાધવો પડશે. બેન્કમાં જઇને તમે કાર્ડ બદલવા માટેનું ફોર્મ ભરો અને રૂપે કાર્ડ માગો.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY