મુંબઈ, તા.૧૨
ત્રિચીથી દુબઈ જઈ રહેલ એર ઈન્ડિયાની ફ્લાઈટ સાથે એક મોટી દુર્ઘટના થતા થતા રહી ગઈ. આ ફ્લાઈટ રનવેથી ટેકઓફ કર્યા બાદ એરપોર્ટ કમ્પાઉન્ડમાં રહેલ બિલ્ડિંગ અને તેની દીવાલ સાથે અથડાઈ ગઈ. વિમાનમાં ૧૩૬ લોકો સવાર હતા. ટેક ઓફ કરતા સમયે વિમાનનુ ટેક ઓફ Âવ્હલ બિલ્ડિંગ સાથે ટકરાયુ. આ ફ્લાઈટ બાદમાં મુંબઈમાં સુરક્ષિત રીતે લેન્ડ કરવામાં આવી, જાકે, સદ્નસીબે કોઈ જાનહાનિ થઈ નથી, જેથી એરપોર્ટ ઓથોરીટીએ તેમજ સ્થાનિક તંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો છે. વિમાન દિવાલ સાથે અથડાયા બાદ દિવાલનો એક ભાગ તુટી પડ્યો હતો. તમિલનાડુના તિરુચિરાપલ્લી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર રાત્રે ૧.૩૦ વાગ્યે ટેકઓફ કરતી વખતે વિમાન એર ટ્રાફિક કન્ટ્રોલની કમ્પાઉન્ડ વોલ (સેફ્ટી વોલ) સાથે અથડાયુ હતું. ત્યારબાદ વિમાનને મુંબઈ તરફવાળી દેવામાં આવ્યુ હતુ અને મુંબઈ એરપોર્ટ પર એનુ તાકીદનુ ઉતરાણ કરવામાં આવ્યુ હતું. સદ્નસીબે તમામ ૧૩૬ પ્રવાસીઓ સુરક્ષિત છે. વિમાને મુંબઈ એરપોર્ટ પર ઉતરાણ કર્યા બાદ તમામ પ્રવાસીઓ સુરક્ષિત રીતે બહાર ઉતર્યા હતા. વિમાનના પેટના ભાગમાં ઘણુ નુકશાન થયુ હતું. પરંતુ મુંબઈ એરપોર્ટ પર ચકાસણી બાદ એને વિમાન સફર માટે ફીટ ઘોષિત કરવામાં આવ્યુ હતું. એર ઈન્ડિયાએ આ બનાવ અંગે રેગ્યુલેટર એજન્સી ડીજીસીએને જાણ કરી દીધી છે. આ બનાવમાં વિભાગીય તપાસ શરુ કરવામાં આવી હતી. તપાસ પૂરી ન થાય ત્યાં સુધી પાઈલટ અને સહ પાઈલટને સેવામાંથી હટાવી દેવામાં આવ્યા
છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"






