પરપ્રાંતિયો પરના હુમલામાં ખુદ સીએમ રૂપાણી સામેલઃ શકિતસિંહ ગોહિલ

0
7

ન્યુ દિલ્હી,તા.૧૨
ગુજરાત કોંગ્રેસના અગ્રણી નેતા અને બિહારના પ્રદેશ પ્રભારી શકિતસિંહ ગોહિલે આજે નવી દિલ્હી ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજીને ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી વિરૂદ્ધ ગંભીર આક્ષેપો કર્યા હતા.
શકિતસિંહે આ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે નબળો મુખ્યમંત્રી ત્યારે હોય કે જ્યારે પ્રધાનમંત્રી નબળા હોય. આજે વૈશ્વિક સ્તરે રૂપિયાની સ્થિતિ સૌથી નબળી એટલે કે સૌથી વધુ નબળા પ્રધાનમંત્રી છે.
શકિતસિંહે વધુમાં જણાવ્યું હતું કે યુવાનોને રોજગારી નહીં, ખેડૂતોને યોગ્ય કિંમત નહીં, આ બધા પરથી ધ્યાન હઠાવવા અને ગુજરાતી યુવાનોનો આક્રોશ ભાજપા વિરૂદ્ધ ન જાય એ સર્વે બાબતો પરથી ધ્યાન હટાવવા ખુદ મુખ્યમંત્રી વિજય રૂપાણી આ ષડયંત્રમાં સામેલ છે. અને આ કિસ્સામાં વિજય રૂપાણીનું બેક સીટ ડ્રાઇવીંગ તો અમિત શાહ જ કરે છે, એ જગજાહેર બાબત છે. આ મુદ્દાના મુખ્ય સૂત્રધાર વિજય રૂપાણી છે.
તેમણે ઉમેર્યું હતું કે, ભાજપાના અનેક નેતાઓ પણ આ ષડયંત્રમાં સામેલ છે. આ સમજી વિચારીને કરાયેલું એક ષડયંત્ર છે. જેમાં ગુજરાતમાં વસતા પરપ્રાંતીય લોકો પર હુમલા કરીને તેમને ભગાડવાના પ્રયત્નો કરાય છે.
નવી દિલ્હી ખાતે શકિતસિંહ દ્વારા કરાયેલા આવા આરોપોને પગલે ગુજરાતના સાબરકાંઠા જિલ્લામાં ભારે આક્રોશની લાગણી વ્યાપી હતી. તાજેતરમાં મળેલી માહિતી અનુસાર સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર અને પ્રાંતિજમાં હિંસાની ઘટનાઓ બની હોવાની વાયકાઓ ફેલાઇ છે.
આ અગાઉ ગુજરાત સરકારે આજે સવારે નાની બાળકીઓ પરના આવા અત્યાચારોની ઘટનાઓના કસૂરવારો પર કાર્યવાહી હાથ ધરવા માટે ફાસ્ટ ટ્રેક કોર્ટની રચના હાથ ધરી છે અને તેમાં બે ન્યાયાધિશોની નિમણૂંક કરવામાં આવી છે.
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ તાજેતરમાં સાબરકાંઠામાં માસૂમ બાળકી પર અને સુરતમાં બે નાની બાળાઓ પર થયેલા દુષ્કર્મ બળાત્કાર કેસના આરોપીઓને સખ્ત સજા થાય અને પીડિત પરિવારોને ઝડપી ન્યાય મળે તે માટે આ કેસની ટ્રાયલ ફાસ્ટટ્રેક કોર્ટમાં ચલાવવા માટેની પ્રતિબદ્ધતા દર્શાવી હતી. આ ત્રણેય કેસની ઝડપી ટ્રાયલ માટે ખાસ ફાસ્ટટ્રેક કોર્ટ જજની નિમણૂંક કરી દેવામાં આવી છે.
રાજ્ય વડી અદાલતે આ અંગેના જારી કરેલા જાહેરનામા અનુસાર સાબરકાંઠાની ઘટનામાં ફાસ્ટટ્રેક કોર્ટ જજ તરીકે સાબરકાંઠા જિલ્લાના પ્રિન્સીપલ ડીસ્ટ્રીકટ જજ કે. બી. ગુજરાથી તેમજ સુરતની બે ઘટનાઓમાં ફાસ્ટટ્રેક કોર્ટ જજ તરીકે સુરત જિલ્લાના પ્રિન્સીપલ ડિસ્ટ્રીકટ જજ આર. કે. દેસાઇની નિયુકિત કરવામાં આવી છે.
રાજ્ય સરકાર દુષ્કર્મનો ભોગ બનેલી દિકરીઓના પરિવારો પ્રત્યે સંપૂર્ણ સંવેદના સાથે પડખે ઊભી છે અને ગુનેગારોને કાયદા અનુસાર કડક સજા થાય તથા પીડિત પરિવારોને ન્યાય મળે તે માટે કટિબદ્ધ છે તેની પુષ્ટિ આ ફાસ્ટટ્રેક કોર્ટ જજની નિમણૂંકથી થઇ છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY