રિશિ કપૂરે પોતાની બિમારીને અંગે બાબત ગણાવી બોલવાનું ટાળ્યુ

0
255

મુંબઈ,તા.૧૩
સિનિયર અભિનેતા રિશિ કપૂર હાલ અમેરિકામાં સારવાર લઇ રહ્યા છે. એ પોતાને કઇ તકલીફ કે બીમારી છે એેની વાત કરવા તૈયાર નથી એવી જાણકારી મળી હતી.
અત્યાર અગાઉ બોલિવૂડના બે કલાકારો કેન્સર જેવી ગંભીર બીમારીનો શિકાર બન્યાં હતા અને હાલ વિદેશમાં સારવાર લઇ રહ્યાં છે. આ વર્ષના આરંભમાં વિશાલ ભારદ્વાજ પોતાની ફિલ્મ સપના દીદી ફ્લોર પર લઇ જાય એ પહેલાં ઇરફાન ખાનને મગજમાં કેન્સરની ગાંઠ હોવાનું નિદાન થયું હતું અને એ સારવાર માટે ઇંગ્લેંડ જવા રવાના થયો હતો. ત્યારબાદ સોનાલી બેન્દ્રેને કેન્સર હોવાની વાત જાહેર થઇ હતી અને હાલ સોનાલી પણ અમેરિકામાં સારવાર હેઠળ છે. સારવારના પગલે એના માથાના બધા વાળ ખરી ચૂક્્યાં છે અને એ વીગ પહેરતી થઇ છે. જા કે એ બહાદૂરીથી પોતાની પરિસ્થિતિનો સામનો કરી રહી છે. તાજેતરમાં આયુષમાન ખુરાનાની પત્ની તાહિરા કાશ્યપને કેન્સર થયું હોવાનું નિદાન જાહેર થયું હતું.
હવે રિશિ કપૂર અમેરિકામાં સારવાર હેઠળ છે. એમની બીમારી ગંભીર હોવાની શંકા એ હકીકત પરથી સમજાઇ હતી કે એ સારવાર લેવા અમેરિકા ગયા એના બીજા દિવસની સવારે એમની માતા કૃષ્ણા કપૂરનું મુંબઇમાં નિધન થયું પરંતુ રિશિ, એની પત્ની નીતુ કે એનો અભિનેતા પુત્ર રણબીર કપૂર મુંબઇમાં હાજર રહી શક્્યાં નહોતાં.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY