મુંબઈ,તા.૧૩
બોલિવૂડના બેતાજ બાદશાહ ગણાતા શાહરુખ ખાન સાથે હેપ્પી ન્યૂ યર અને ચેન્નાઇ એક્સપ્રેસ જેવી હિટ ફિલ્મો આપનારા નિર્માતા કરીમ મોરાની સામે એક અભિનેત્રીએ જાતીય દુરાચારનો આક્ષેપ કરીને ખળભળાટ મચાવી દીધો હતો.
આ મહિલાએ રિપબ્લિકને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું કે એક દિવસ સાંજે સાતેક વાગ્યે મોરાની મારે ત્યાં શરાબની બોતલ લઇને આવ્યા અને મને કંપની આપવાનું કહ્યું. હું શરાબ પીતી નથી એમ મેં કહ્યું ત્યારે એણે મને પટાવીને શરાબપાનમાં સામેલ કરી. ત્યારબાદ શું થયું મને જાણ નથી. હું જાગી ત્યારે મારા શરીર પર કેટલાક નખોરિયાં ભરાયેલાં હતાં અને હું લૂંટાઇ ચૂકી હતી. હું સ્તબ્ધ થઇ ગઇ હતી અને તનમનથી ભાંગી ગઇ હતી.
‘મેં હિંમત કરીને બીજે દિવસે મોરાનીને ફોન કર્યો અને પૂછ્યું કે આ શું કર્યું ત્યારે એ નફ્ફટની જેમ હસી પડયો. મેં કહ્યું કે હું તારી પત્ની અને તારા ભાઇને વાત કરી દઇશ. પરંતુ એના પર આ ચેતવણીની કોઇ અસર થઇ નહીં. એ તો સતત હસતો રહ્યો જાણે કશું થયું જ નથી. એ સમયે હું માત્ર ૨૧ વર્ષની હતી અને લૂંટાઇ ચૂકી હતી’ એમ આ મહિલાએ ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું.
આ આક્ષેપના પ્રતિભાવ જાણવાના પ્રયાસ રૃપે કરીમ મોરાનીનો સંપર્ક સાધવાના તમામ પ્રયાસો નિષ્ફળ નીવડયા હતા.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"






