ભારતીય સેનામાં નવીનીકરણને લઇ થનારા મેગા પ્લાનને લીલી ઝંડી

0
27

ન્યુ દિલ્હી,તા.૧૪
દુનિયાની સૌથી મોટી સેનાઓમાં શામેલ એવી ભારતીય સેનામાં થનારા મોટા ફેરફારને લઇ એક મેગા પ્લાન બનાવવામાં આવ્યો છે, અને આ પ્લાનને મંજુરી પણ આપવામાં આવી છે.
ભારતીય સેનાના ટોપ કમાંડરોને લઈ એક મહત્વનું પગલું ઉઠાવતા ઓફિસર કેડરમાં નવીનીકરણ કરવામાં આવી રહ્યુ છે. આ પ્લાન હેઠળ મ માત્ર વર્ષો જુના કમાંડર્સને ખતમ કરવામાં આવશે, પરંતુ સેનાને યોગ્ય આકાર પણ આપવામાં આવશે. આ ઉપરાંત વધી રહેલા ખર્ચાઓ પર પણ લગામ લગાવવામાં આવશે.
સેનાન અધિકારીઓએ જણાવ્યું હતું કે, આર્મી કમાન્ડર્સ કોન્ફરન્સ (છઝ્રઝ્ર)માં પ્રમુખ નીતિગત વિચારો અને ઓપરેશનલ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને જ આ પ્લાનને મંજૂરી આપવામાં આવી છે.
સેના સાથે જાડાયેલા સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, ભારતીય સેનાના આ ફેરફારોને ચરણબદ્ધ રીતે જ લાગુ કરવામાં આવશે. આ તમામ મુદ્દાઓ પર ૩૬૦ ડિગ્રી મૂલ્યાંકન કરવામાં આવશે અને જરૂરત પડે તો એમાં સંશોધન પણ કરવામાં આવશે.
આ ઉપરાંત સેના દ્વારા સુરક્ષાબળોની કાર્યક્ષમતા વધારવા, બજેટ ખર્ચ ઓછો કરવા, આધુનીકરણ તેમજ આંકાક્ષાઓ પે ધ્યાન આપીને આ તમામ ઉદ્દેશો પર અધ્યયન કરવામાં આવ્યું હતું.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY