દારૂબંધી…!!! આણંદમાં વિદેશી દારૂ ભરેલું કન્ટેનર ઝડપાયું

0
128

આણંદ,
તા.૧૪/૦૩/૨૦૧૮

ગુજરાતમાં એક બાજુ દારૂ બંધીના દાવા કરવામાં આવી રહ્યાં છે ત્યાં બીજી બાજુ છાશવારે દારૂ પકડાતો હોવાનું બહાર આવે છે. આણંદ જિલ્લામાં બોરસદ ભાદરણ રોડ પરથી એક વિદેશી દારૂ ભરેલું ક્ન્ટેનર ઝડપાતા તેમાંથી અલગ અલગ બ્રાન્ડની દારૂની કુલ ૭૦૦ થી ૧૦૦૦ જેટલી બોટલો હોવાનું બહાર આવ્યું છે. સ્થાનિક પોલીસ દ્વારા હાલમાં બોટલોની ગણતરી ચાલુ છે.

આણંદ જિલ્લામાં છડેચોક દારૂની હેરાફેરી કરવામાં આવતી હતી. આણંદમાં બોરસદ ભાગરણ રોડ પરથી RSL એ ઝડપાયેલા કન્ટેનરમાં ૭૦૦થી ૧૦૦૦ પેટી દારૂ હોવાનું અનુમાન સેવાઈ રÌšં છે. કન્ટેનરમાંથી અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની પેટીઓ મળી આવી છે. બોરસદ ટાઉન પોલીસ દ્વારા હાલ વિદેશી દારૂની બોટલોની ગણતરી ચાલી રહી છે. આ મામલે સ્થાનિકોનું કહેવું છે કે સ્થાનિક પોલીસના નાક નીચેથી દારૂ લઈ જવાતો હતો.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY