નોટબંધી બાદ જંગી ડિપોઝીટ કરાવનાર ૧૦ હજાર લોકોને નોટિસ

0
188

ન્યુ દિલ્હી,તા.૧૫
૨૦૧૬માં ૮મી નવેમ્બરના રોજ નોટબંધી જાહેર થયા બાદ રદ થયેલી નોટો જમા કરાવનાર લોકો પર ફરીવાર આવકવેરા અને મહેસુલ ખાતાની નજર પહોંચી છે અને કાળુધન છુપાવનારાઓની ફરીથી તપાસ શરૂ થઈ છે.
મહેસુલ ખાતાએ આવા ૧૦ હજાર લોકોને પ્રાથમિક નોટીસ પાઠવી છે અને બેનામી કાયદા હેઠળ અપાયેલી આ નોટીસોમાં આવકનો સ્ત્રોત તેમણે જાહેર કરવો પડશે નોટબંધી પછી જે લોકોએ જમા રકમો કરી છે તે સમગ્ર ડેટાની ચકાસણી ફરી શરૂ થઈ છે.
આગામી સપ્તાહમાં બીજા પણ સેંકડો લોકોને આવી નોટીસો મળશે. હવે માત્ર આવકવેરા ખાતું જ આ ડેટાની ચકાસણી જ કરશે એવું નથી બલ્કે અન્ય કેટલાક સરકારી ખાતાઓ પણ આ ડેટાની ચકાસણી કરીને તપાસ આગળ ધપાવશે. બેનામી વ્યવહાર કાયદો ખુબ જ કડક છે અને તેમાં સજાની પણ જાગવાઈ છે.
જે કેસ રકમો મોટાપાયે જમા થઈ હતી તે બિનહિસાબી મત્તા હતા તેમ આવકવેરા ખાતું માને છે એટલા માટે જ ફરીવાર આવા લોકોની ફરી તપાસ શરૂ થઈ છે. અત્યારે પ્રાથમિક ધોરણે મોટા વ્‌ળ્વહારોને ફોકસમાં રાખવામાં આવ્યા છે. જે લોકોએ ટેકસ ભર્યો નથી. તેમને જાળમાં લેવાની કોશીષ છે. કરચોરી પકડી પાડવા માટે આ એક નવું મિશન શરૂ થયું છે. ઓનરેકોર્ડ, ક્રેડીટકાર્ડ અને પાનકાર્ડની ડિટેઈલ પણ ચકાસવામાં આવી રહ્યા છે. અત્યારે પ્રારંભમાં ૧૦ હજાર લોકોને મહેસુલ ખાતાએ આવી નોટીસો આપી છે અને આટલી જંગી રકમો નોટબંધી બાદ કેવી રીતે જમા કરાવી અને તે આવક કયાંથી થઈ હતી તેનો જવાબ માંગ્યો હતો. આગામી સપ્તાહે વધુ કેટલાક લોકોને આવી નોટીસો મળશે અને કાળુધન પકડી પાડવા આ અભિયાન વધુ આગળ વધશે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY