પેન્ટની ચેન ખોલી યુવતી સામે અશ્લિલ હરકત કરનારો ઝડપાયો

0
194

મુંબઈ,તા.૧૫
મુંબઈ પોલીસે નાલાસોપારાના એક ૨૯ વર્ષીય યુવકની ટ્રેનમાં અશ્લિલ હરકત કરતવાના ગુનામાં ધરપકડ કરી છે. અભિજીત સિંહ નામનો આ યુવકે ટ્રેનમાં ભીડનો લાભ ઉઠાવીને કથિત રીતે પોતાની પેન્ટની ચેન ખોલીને ૨૪ વર્ષની યુવતી સાથે અશ્લીલ હરકત કરી રહ્યો હતો. યુવતીની બૂમો પાડતાં લોકોએ આરોપીને પકડી લીધો હતો.
રેલવે પોલીસને સોંપતા પૂર્વે લોકોએ આરોપીની ધોલાઈ કરી હતી. યુવતીએ પોતાના પરિવારના ૧૦ લોકો સાથે વિરારના એક મંદિરથી પરત ફરી રહી હતી. ટ્રેન જ્યારે બોરિવલી સ્ટેશનથી આગળ વધી ત્યારે કોઈ વ્યકિત તેને સ્પર્શ કરી રહ્યો હોવાનો તેને અહેસાસ થયો હતો. યુવતીએ પોતાની ફરિયાદમાં જણાવ્યું કે, ‘ટ્રેનમાં ભીડ હતી અને મને ખ્યાલ ના આવ્યો કે કોણ આવી હરકત કરી રહ્યું છે. ટ્રેન જ્યારે જાગેશ્વરી પાસે પહોંચી રહી હતી, ત્યારે મે પાછું વળીને જાયું ત્યારે આ યુવક પેન્ટની ચેલ ખોલીને મને સ્પર્શી રહ્યો હતો.’
યુવતીએ વધુમાં જણાવ્યું કે યુવક વિરાર સ્ટેશનથી તેનો પીછો કરી રહ્યો હતો. યુવતીએ મદદ માટે એ જ ડબ્બામાં રહેલા તેના પરિવારજનોને બોલાવ્યા હતા અને આજુબાજુમાં ઉભેલા લોકોએ આરોપી યુવકને ઝડપી લીધો હતો. ત્યારબાદ અંધેરી સ્ટેશન પર રેલવે પોલીસને સોંપી દીધો હતો.
અંધેરી રેલવે પોલીસ સ્ટેશનના સીનિયર ઈન્સ્પેક્ટર પ્રમોટ બાબરને જણાવ્યું કે આરોપી યુવક અભિજીત યુવતીની પાછળ ઉભો હતો અને ખોટી રીતે સ્પર્શતો હતો. યુવકે વિરુદ્ધ આઈપીસી કલમ ૩૫૪ હેઠળ કેસ દાશ કરી આગળની કાર્યવાહી કરવામાં આવી છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY