ન્યુ દિલ્હી,તા.૨૮/૦૨/૨૦૧૮
ગુડ્સ એન્ડ સર્વિસિસ ટેકસ ય્જી્નું કલેકશન જાન્યુઆરીમાં થોડું ઘટીને ૮૬,૩૧૮ કરોડ થયું છે જે તેના આગલા મહિને ડિસેમ્બરમાં ૮૬,૭૦૩ કરોડ રૂપિયા થયું હતું. જાન્યુઆરી માટેનું પેમેન્ટ ૨૫ ફેબ્રુઆરી સુધી કરવાનું હોય છે જે મુજબ આ તારીખ સુધીમાં ૮૬,૩૧૮ કરોડ રૂપિયાનું પેમેન્ટ જમા થયું હોવાનું મંગળવારે નાણાખાતાએ જાહેર કર્યુ હતું.
ઓકટોબર અને નવેમ્બરમાં ય્જી્ કલેકશન ઘટ્યું હતું. કારણે કે ૨૦૦ આઇટમ્સ પરના રેટ્સ ઘટાડાયા હતા. એ પછી ડિસેમ્બરમાં એ વધ્યું હતું.
નાણાખાતાની માહિતી મુજબ ૨૫ ફેબ્રુઆરી સુધીમાં ૧.૦૩ કરોડ કરદાતા ય્જી્માં રજિસ્ટર્ડ થયા છે જેમાંથી ૧૭.૬૫ લાખ કરદાતા કમ્પોઝિશન સ્કીમ હેઠળ નોંધાયા હતા જેમણે દર ત્રણ મહિને એક વાર રિટર્ન્સ ફાઇલ કરવાનું હોય છે આમાંથી ૧.૨૩ લાખ કરદાતા સ્કીમમાંથી બહાર નીકળી રેગ્યુલર પ્રોસેસમાં આવી ગયા હતા.
૨૫ ફેબ્રુઆરી સુધીમાં ૫૭.૭૮ લાખ GST 3B રિટર્ન ફાઇલ થયા હતા જે દર મહિને કરવામાં હોય છે. જાકે કુલ કરદાતાઓની સંખ્યાની તુલનાએ એ ૬૯ ટકા ગણાય.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"