ફિલ્મ મિસ્ટર ઈન્ડિયા ફરી બને તેવો બોની કપૂરનો સંકેત

0
8

મુંબઈ,તા.૧૫
સિનિયર ફિલ્મ સર્જક બોની કપૂરે તાજેતરમાં એવો સંકેત આપ્યો હતો કે તેમની હિટ ફિલ્મ મિસ્ટર ઈન્ડિયા ફરી બની શકે છે. એની રિમેક આવી શકે છે.
શ્રીદેવીના અકાળ અવસાન પછી અને પુત્રી જાન્હવીની પહેલી ફિલ્મ ધડક હિટ નીવડયા બાદ ફરી સક્રિય થયેલા બોની કપૂરે તાજેતરમાં ઇન્ડિયન મોશન પિક્ચર્સ પ્રોડયુસર્સની કચેરીમાં ચારેક નવાં ટાઇટલ રજિસ્ટર કરાવ્યાં હતાં જેમાં બે તો એમની પોતાની હિટ ફિલ્મો નો એન્ટ્રી અને વોન્ટેડની સિક્વલ્સ છે.
હાલ બોની સ્પોર્ટલક્ષી ફિલ્મ બનાવવાના પ્લાનમાં છે. લેજંડરી ફૂટબાલ કોચ સૈયદ અબ્દુલ રહીમની બાયો-ફિલ્મ બોની અજય દેવગણને લઇને બનાવવાના છે. એની પૂર્વતૈયારી શરૃ થઇ ચૂકી છે અને અજયે પણ પોતાના રોલ માટે જરૃરી પૂર્વતૈયારીનો આરંભ કરી દીધો હતો.
ત્યારબાદ બોની મિસ્ટર ઈન્ડિયાની રિમેક પર ધ્યાન આપશે. અગાઉ રામ ગોપાલ વર્માએ અદ્રશ્ય માનવીન રજૂ કરતી ફિલ્મ ગાયબ બનાવી હતી અને સિનિયર ફિલ્મ સર્જક મહેશ ભટ્ટે મિસ્ટર એક્સ બનાવી હતી પરંતુ આ બંનેમાંથી એક પણ ફિલ્મ ચાલી નહોતી.
બોનીને વિશ્વાસ છે કે એની મિસ્ટર ઈન્ડિયાની રિમેક ફિલ્મ ચાલશે. જા કે આ ફિલ્મ માટે એ નવોદિતોને લઇને બનાવવાના છે કે બીજી રીતે બનાવવાના છે એની સ્પષ્ટતા મળી નહોતી. કહેવાનું તાત્પર્ય એ છે કે પત્ની શ્રીદેવીના મરણ પછી થોડો સમય સ્તબ્ધ થઇ ગયેલા બોની ફરી એકવાર સક્રિય થઇ રહ્યા છે. પુત્રી જાન્હવીની સફળતાએ એમને નવેસર સક્રિય કરી દીધા એમ કહી શકાય.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY