આજે સબરીમાલા મંદિરને દર્શન માટે ખોલાશે સબરીમાલા વિવાદ : મહિલા દ્વારા આપઘાતનો પ્રયાસ થયો

0
9

મંદિરમાં મહિલાઓના પ્રવેશ ઉપર પ્રતિબંધને દૂર કરવામાં આવ્યા બાદ દેશભરમાં જારદાર ઘમસાણની સ્થિતિ ફેલાઈ
થિરુવંતનપુરમ, તા. ૧૬
સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશ ઉપર પ્રતિબંધ દૂર કરવામાં આવ્યા બાદથી દેશભરમાં ઘમસાણની સ્થિતિ મચેલી છે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ કેટલાક લોકો આનું સમર્થન કરી રહ્યા છે જ્યારે કેટલાક લોકો આ આદેશની સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આજે કેરળમાં અનેક જગ્યાઓએ જારદાર વિરોધ પ્રદર્શન થયું હતું. એક મહિલાએ ખુલ્લીરીતે પોતાને ફાંસી લગાવી લેવાના પ્રયાસ કર્યા હતા. જા કે, લોકોએ આ મહિલાને બચાવી લીધી હતી. સબરીમાલા મંદિર મામલામાં ઘમસાણની સ્થિતિ મચેલી છે. આજે એક મહિલા વૃક્ષ ઉપર ચડી ગઈ હતી અને ફાંસી લગાવવાના પ્રયાસ કર્યા હતા. આત્મહત્યા કરવાના પ્રયાસમાં રહેલી આ મહિલાને લોકોએ બચાવી લીધી હતી. મહિલાએ કહ્યું છે કે, તે સુપ્રીમ કોર્ટના આદેશની વિરુદ્ધમાં છે. સુપ્રીમ કોર્ટે દરેક વયની મહિલાઓને મંદિરમાં પ્રવેશની મંજુરી આપી દીધી છે જે તેમની ધાર્મિક ભાવનાઓની સાથે રમત તરીકે છે. મહિલાએ કહ્યું છે કે, તેઓ આ રમતને કોઇપણ કિંમતે સ્વીકાર કરશે નહીં. સબરીમાલામાં મહિલાઓના પ્રવેશને લઇને હોબાળો મચેલો છે. મહિલાઓને પ્રવેશની મંજુરી આપી દેવામાં આવ્યા બાદથી હિંસક તોફાનો જારી રહ્યા છે. કેરળના મુખ્યમંત્રીએ કહ્યું છે કે, તેઓ સુપ્રીમ કોર્ટના આદેશને પાળશે. મુખ્યમંત્રી વિજયનનું કહેવું છે કે, અમે કાયદાને હાથમાં લેવાની કોઇને પણ તક આપશે નહીં. સરકાર સબરીમાલા મંદિર તરફ જનાર લોકોની સુરક્ષાઓને પ્રાથમિકતાઆપશે. મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, સરકાર મામલામાં ફેર વિચારણા અરજી દાખલ કરશે નહીં. અમે કોર્ટમાં કહી ચુક્યા છે કે, આદેશને અમલી કરવામાં આવશે. આવતીકાલથી મંદિરના દરવાજા ખોલી દેવામાં આવનાર છે. આવી સ્થિતિમાં વિરોધ પ્રદર્શનનો દોર હાલમાં જારી રહે
તેવી શક્યતા છે. મુખ્યમંત્રી વિજયનના આવા વલણ બાદથી જારદાર વિવાદ ઉભો થઇ ગયો છે. આવતીકાલથી સબરીમાલાના દર્શન માટે શ્રદ્ધાળુઓનો ધસારો શરૂ થઇ ચુક્યો છે. સુપ્રીમ કોર્ટે સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશને મંજુરી આપી દીધી છે. ત્યારબાદથી જ કેરળમાં રાજકીય સંગ્રામની સ્થિતિ છે. મહિલાઓના પ્રવેશના વિરોધમાં કેટલીક જગ્યાઓ ઉપર અય્યપાના શ્રદ્ધાળુ વિરોધ કરી રહ્યા છે.

સંપૂર્ણ સમાચાર સેવા
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY