બહારના સી સી ટી વી કેમેરા ના વાયર કાઢી અંંદરના કેમેરા પર રૂમાલ બાંધી ચોરી કરી અન્ય કોઈ તિજોરી ને નિશાન ન બનાવી જ્યાં રોોકડ મૂકી હતી એજ તોડતા જાણભેદુ હોવાની શક્યતા..

અજાણ્યા ચોરે ડુપ્લીકેટ ચાવી થી દરવાજા નું લોક ખોલી અંદર મુકેલી તિજોરી નું તાળું તોડી પેટીમાં મુકેલી તમામ રોકડ પેટી સાથે લઈ ફરાર . પોલીસ કાફલો ઘટના સ્થળે,એફ એસ એલ અને ડોગ સ્કોડ ની મદદ લેવાઈ

રાજપીપળા: રાજપીપળા ની જી એસ એલ પબ્લિક સ્કૂલ માં ગત રાત્રે કોઈ અજાણ્યા વ્યક્તિઓ એ રોકડા રૂપિયાની ચોરી કરતા શાળા સંચાલકો એ પોલીસ ફરિયાદ આપી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર રાજપીપલા ખાતે આવેલી જાણીતી જી એસ એલ સ્કૂલ માં શુક્રવારે રાત્રી દરમિયાન રૂપિયા 1,23,344 /- રોકડા રૂપિયાની ચોરી થયા બાબતે શાળાના હેડ ક્લાર્ક યશવંત મારુ એ ફરિયાદ આપી હતી જેમાં જણાવ્યા મુજબ શુક્રવારે સાંજે 4 વાગ્યા થી શનિવારે સવારે 8 વાગ્યા દર્મિયાન કોઈ અજાણ્યા વ્યક્તિઓ એ શાળા ડુપ્લીકેટ ચાવી થી દરવાજો ખોલી ઓફિસ માં પ્રવેશી અંદર મુકેલી તિજોરી નું તાળું તોડી તિજોરીમાં મુકેલા રોકડા રૂપિયા 1,23,344 ની ચોરી કરી ફરાર થઈ ગયા હતા ત્યારે શનિવારે શાળા માં જતા સંચાલકો ને ચોરી થઈ હોવાની જાણ થતા રાજપીપળા પોલીસ સ્ટેશને ફરિયાદ આપી હતી પોલીસે ચોરીની ફરિયાદ લઈ તપાસ હાથ ધરી છે તપાસ પી એસ આઈ વી એસ ગઢવી કરી રહ્યા છે.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"





