નવરાત્રીમાં મહિલાની છેડતી કરતા ૨૪ રોમિયોને પોલીસે દબોચી લીધા

0
8

અમદાવાદ,તા.૧૭
એક તરફ નવરાત્રીની ધામધૂમથી ઉજવણી ચાલી રહી છે. તો બીજી તરફ મહિલાઓની સુરક્ષા પણ મોટો પ્રશ્ન છે. જેથી મહિલા ક્રાઈમબ્રાંચ દ્વારા પાર્ટી પ્લોટમાં જ સિવિલ ડ્રેસમાં મહિલા કોન્સ્ટેબલો તૈનાત કરવામાં આવ્યા છે અને નવરાત્રીના સાતમા દિવસે ૨૪ જેટલા રોમિયોની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
અત્યાર સુધી ૧૧૪ જેટલા રોમિયો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. આ રોમિયો મહિલાની છેડતી કરવા સહિતના ગુનામાં ઝડપાયા છે. મહત્વનું છે કે મહિલાઓ પાર્ટી પ્લોટમાં ગરબા રમતી હોય છે.
તેવા સમયે આ રોમિયો મહિલાઓની છેડતી કરવી. હેરાન પરેશાન કરવાનું કામ કરતા હોય છે. જાકે મહિલા કોન્સ્ટેબલ પોતે પાર્ટી પ્લોટમાં સિવિલ ડ્રેસમાં ગરબા રમતા હોય છે અને આવા રોમિયોને દબોચી લેતા હોય છે.
ઉલ્લેખનીય છે કે, નવરાત્રિ ના સાતમા દિવસે પણ મહિલા ક્રાઈમ બ્રાંચ દ્વારા મહિલાઓની છેડતી કરતા રોમિયો વિરુદ્ધ કામગીરી હાથ ધરવામાં આવી હતી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY