અમદાવાદ,તા.૩
ગીરમાં ૧૨મી સપ્ટેમ્બરથી અત્યાર સુધીમાં ટપોટપ ૨૩ સિંહોના મૃત્યુ થતાં જૂનાગઢ થી લઇ ગાંધીનગર સુધીનું તંત્ર દોડતું થઇ ગયું છે. ત્યારે આજે સિંહોના મામલે ગુજરાત હાઇકોર્ટે દ્વારા અવલોકન કરાયું છે. ગેરકાયદે લાયન શો અને સિંહોની પજવણી સામે ગુજરાત હાઇકોર્ટે લાલઆંખ કરી છે. સિંહને અપાતા પોલ્ટ્રી ચિકનથી વાયરસ ફેલાવાની શકયતા વધુ છે. પોલ્ટ્રી ચિકનથી વાયરસ ફેલાવાની શકયતા નકારી શકાય નહીં.
ગીરમાં અત્યાર સુધીમાં ૨૩ સિંહોના મોત બાદ પણ હજુ કેટલાંક સિંહો વાયરસની અસર તળે છે અને તેમની સ્થિતિ નાજુક બતાવામાં આવી રહી છે.
ગીરના સિંહોમાં અને ખાસ કરીને ગીર પૂર્વ વન વિસ્તારમાં સિંહોને પ્રોટોઝોઆ ઈન્ફેક્શન જાવા મળતા વન અધિકારીઓ ચોંકી ઉઠ્યા છે. જૂનાગઢની વેટરનરી કોલેજના આ રિપોર્ટ પ્રમાણે ટીક્સથી ફેલાતો પ્રોટોઝોઆ ઈન્ફેક્શન સિંહની ઈમ્યૂન સિસ્ટમ પર અસર કરે છે અને લોહીના રક્તકણોને તોડી નાખે છે. આ એક કોષીય સજીવ અમીબા છે. પ્રોટોઝોઆના રિપોર્ટ પછી કદાચ એ સિંહોની નબળી પડેલી ઈમ્યૂન સિસ્ટમને ફરીથી જનરેટ કરવા એ સિંહોને ઈટાવા અને દિલ્હી ઝૂથી આવેલા ડોક્ટરોની ટીમ દ્વારા વેકિસનેશન કરવામાં આવે તેવી શકયતા છે. અમેરિકાથી પણ વેકિસન મંગાવી છે.
ગીરમાં ૧૦ સિંહોના મોત વાયરસ અને પ્રોટોઝોલા ઈન્ફેક્શનના કારણે થયાની જાહેરાત બાદ હવે આ મામલે અધિકારીઓની બેદરકારીની પણ તપાસ શરૂ થઈ છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




