ભીલડી,તા.૧૭
બનાસકાંઠાના ભીલડી પાસેના મુડેઠા ટોલ પાસેથી પોષડોડા ઝડપાયા છે. ભીલડા પોલીસને બાતમી મળી હતી કે,પોષડોડાની હેરાફેરી કરવામાં આવે છે. પોલીસે બાતમીના આધારે ટોલ પાસેથી લસણની નીચે છુપાવવામાં આવેલા પોષડોડાને ઝડપી પાડ્યા હતા. ૧૪ લાખ ૯૨ હજારના પોષડોડા સાથે ભીલડા પોલીસે એક મધ્યપ્રદેશના શખ્સની ધરપકડ પણ કરી છે.
આ મામલે મળતી જાણકારી અનુસાર,બનાસકાંઠાના ભીલડી પાસેના મુડેઠા ટોલ નજીકથી પોષડોડાની હેરાફેરી થતી હોવાની બાતમી સ્થાનિક પોલીસને મળી હતી. આ હેરાફેરીની જાણકારી મળતી જ પોલીસે વોચ ગોઠવી હતી અને ભીલડી નજીક રહેલા મુડેઠા ટોલ નજીકથી લસણ નીચે રાખવામાં આવેલ પોષડોડાના બોક્સ મળી આવ્યા હતા.
ભીલડા પોલીસે ૧૪ લાખ ૯૨ હજારના પોષડોડા સાથે મધ્યપ્રદેશના એક વ્યકિતની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ સાથે ભીલડા પોલીસે એ પણ તપાસ હાથ ધરી છે કે,પોષડોડાનો આ જથ્થો કોના કહેવાથી લાવવામાં આવી રહ્યો હતો અને કોના સુધી પહોંચાડવામાં આવ્યો હતો.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




