સુરત,તા.૧૭
સુરત સહિત સમગ્ર ગુજરાતમાં દશેરાના દિવસે કરોડો રૂપિયાના ફાફડા અને જલેબીનું વેચાણ થાય છે. આ ફાફડા જલેબી લોકોના આરોગ્ય માટે સુરક્ષિત છે કે નહીં તે જાણવા માટે સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે ફાફડા-જલેબીના સેમ્પલ લેવાની કામગીરી શરૂ કરી છે.
ખાણીપીણીના શોખીન સુરતીઓ દશેરાના દિવસે કરોડો રૂપિયાના ફાફડા-જલેબી ઝાપટી જતા હોય છે. આ દિવસે ફાફડા અને જલેબીને વેચાણમાં ભારે ઉછાળો આવે છે. દશેરાના દિવસે ફાફડા અને જલેબી ની ભારે ડિમાન્ડ હોવાથી ફરસાણ વેચાણ કરનારા વેપારીઓની દુકાને લાંબી લાંબી લાઈનો જાવા મળે છે.
દશેરાના દિવસે ફાફડા અને જલેબીના વેચાણમાં તેજી હોવાથી ફરસાણ બનાવનારા સાથે-સાથે ફાફડા જલેબીનું વેચાણ કરે છે. મોટી સંખ્યામાં ફાફડા જલેબીનો ઓર્ડર હોવાથી દશેરાના આગલા દિવસથી જ વેપારીઓ ફાફડા બનાવવાની કામગીરી શરૂ કરી દે છે.
દશેરાના દિવસે લોકો જે ફાફડા અને જલેબી ખાય છે તે આરોગ્યપ્રદ છે કે નહીં તે જાણવા માટે સુરત મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ટીમ આજે સેમ્પલ લેવાની કામગીરી શરૂ કરી છે. સુરત પાલિકાના અઠવા અને રાંદેર ઝોનમાં વહેલી સવારથી જ ફાફડા અને જલેબી બનાવનાર ફરસાણના વેપારીઓને ત્યાંથી ફાફડા અને જલેબીના સેમ્પલ લેવાની કામગીરી શરૂ કરી છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




