મોલ-મલ્ટીપ્લેક્સને પાર્કિંગ ચાર્જ વસૂલ કરવા ગુજ.હાઈકોર્ટની મંજૂરી

0
9

અમદાવાદ,તા.૧૭
ગુજરાત હાઇકોર્ટે આજે મોલ-મલ્ટીપ્લેક્સમાં પા‹કગ ચાર્જ વસૂલવાના મુદ્દે મહત્વનો ચુકાદો સંભળાવ્યો છે. અમદાવાદમાં મોલ અને મલ્ટીપ્લેકસમાં સંચાલકો પા‹કગ ચાર્જ વસૂલી શકશે. હાઇકોર્ટે આ મહત્વના ચુકાદા અંગે ટાકિયું હતું કે ટ્રાફિક સમસ્યા દૂર કરવા માટે યોગ્ય પગલાં લેવા નાગરિકોની પણ ફરજ છે.
છેલ્લાં કેટલાંક સમયથી પાર્કિંગ ચાર્જ બાબતે કોર્ટમાં દલીલો પણ થઇ. પરંતુ આજે હાઇકોર્ટે આ કેસમાં જણાવ્યું કે મોલ અને મલ્ટીપ્લેક્સમાં પહેલાં એક કલાક સુધીનો પા‹કગ ચાર્જ ફ્રી રહેશે. ત્યારબાદ ટુ વ્હિલર પર ૨૦ રૂપિયા અને ફોર વ્હીલર પર ૩૦ રૂપિયા સુધીનો ચાર્જ વસૂલાશે. કોર્ટે સ્પષ્ટતા કરી છે કે પા‹કગ ચાર્જ વધુમાં વધુ ૩૦ રૂપિયા વસૂલી શકાશે.
ઉલ્લેખનીય છે કે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર અને શહેર પોલીસ કમિશનરનો હાઈકોર્ટે ઉધડો લઈને કડક આદેશ કરતા મોટા ઉપાડે ટ્રાફિક અને પા‹કગની ડ્રાઈવ કરી હતી. જેના કારણે ટ્રાફિક વિભાગ દ્વારા નિર્દેશ આપવામાં આવ્યા હતા કે શોપિંગ મોલ્સ અને અન્ય સ્થળોએ વાહન પાર્કિંગના ચાર્જ વસુલવાની ફરિયાદ મળશે તો તેના જવાબદાર સંચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
આ પહેલા વકરેલી ટ્રાફિક અને પા‹કગની સમસ્યા હલ કરવાના હેતુથી ટ્રાફિક વિભાગ દ્વારા મહત્વના નિર્દેશો આપવામાં આવ્યા હતા. જેમાં શોપિંગ મોલ્સ અને અન્ય સ્થળોએ વાહન પાર્કિંગના તગડા પૈસા લેવાતા હતા. જેથી ટ્રાફિક વિભાગે કેટલાંક મોલવાળાને નોટીસ ફટકારી તાબડતોડ ફ્રી પા‹કગનો અમલ શરૂ કરાવી દીધો હતો.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY