ગાંધીનગર,તા.૧૭
ગુજરાતમાં દારૂબંધી છે. ગુજરાત એક ડ્રાય પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે. પણ શોખીન લોકો દારૂ પીવા માટે છેક દીવ-દમણ, રાજસ્થાન, મુંબઇ અને ગોવા સુધી જાય છે. કેમકે ગુજરાતમાં તો પ્રોહિબિશનને કારણે ઓફિશિયલી દારૂ મળતો નથી. પરંતુ છેલ્લા ઘણા દિવસથી સોશ્યલ મીડિયા પર એક જાહેરાત વાયરલ થઇ રહી છે, જેને જાઇને ગુજરાતી લોકો ખુશ થઇ રહ્યા છે. જી હા, બિયર બનાવતી કંપની ‘કિંગફિશર’ હવે ગુજરાતમાં પણ મળશે.
‘કિંગફિશર’ કંપની છેલ્લા ઘણા સમયથી પોતાના સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર જાહેરાત કરી રહી છે કે, ગુજરાતમાં પણ કિંગફિશર મળશે. હવે એ લોકોએ સિક્રેટ ખોલ્યું છે કે કિંગફિશર કંપનીએ ગુજરાતથી પોતાના નોન-આલ્કોહોલિક ડ્રિંક ‘રેડલર’ની શરૂઆત કરી છે.
બિયર માટે જાણીતા જર્મનીના બાવરિયામાં ૧૯મી સદીમાં અત્યંત ઓછો આલ્કોહોલ ધરાવતું ‘રેડલર’ નામનું એક પીણું લોકપ્રિય હતું.પરંતુ ગુજરાતમાં મળતા થયેલા ‘કિંગફિશર રેડલર’માં સ્વાભાવિક રીતે જ કોઈ આલ્કોહોલ નહીં હોય.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




