ભરૂચ શહેરના હોસ્ટેલ ગ્રાઉન્ડની દીવાલ સાથે કાર ટકરાતા કારને નુકશાન કોઈ જાનહાની થવા પામી નથી.
આજ રોજ ભરૂચના માધ્યમાં આવેલ હોસ્ટેલ ગ્રાઉન્ડમાં કાર શીખી રહેલ મહિલાની કાર ધડાકા સાથે દીવાલ સાથે ભટકતાં દીવાલ તૂટી પડતા કારનો પણ કચ્ચર ઘાણ નીકળી ગયો હતો.



બનાવની મળતી માહિતી મુજબ ભરૂચ શહેરના મધ્યમાં આવેલ હોસ્ટેલ ગ્રાઉન્ડ વિશાળ હોઈ નાના મોટા બોલ બેટ રમવા અને ગાડીઓ શીખવા માટે આવતાં હોય છે.ત્યારે આજે રવિવારે બપોરના સમયે એક મહિલા પોતાની કાર નંબર જીજે-૧૬-બીકે-૬૩૩૫ લઈને ગાડી શીખી રહી હતી તે દરમ્યાન અચાનક તેનો પગ બ્રેકની જગ્યા પર એક્સીલેટર પર પડી જતાં કાર ધડાકા ભેર ગ્રાઉન્ડની દીવાલ સાથે ભટકાઈ હતી અને દીવાલ તૂટી જાવા પામી હતી.આજે રવિવાર હોય અને લોકોને રજાનો દિવસ હોય ગ્રાઉન્ડ પર લોકો ક્રિકેટ રમવા માટે આવતાં હોય છે.
સદનસીબે બનાવમાં કોઈ જાન હાની થવા પામી નહોતી.અને ગાડી શીખી રહેલ મહિલાનો પણ આબાદ બચાવ થયો હતો.
રિપોર્ટર:-અંકિતા પાટણવાડિયા
મો:-9904733000
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





