બર્કશાયર,તા.૧૮
દક્ષિણ-પૂર્વ ઇંગ્લેન્ડના બર્કશાયર શહેરમાં એ સમયે એક કપલને અજીબ સ્થિતિનો સામનો કરવો પડ્યો જ્યારે સેક્સ કરતાં સમયે તેમનો પલંગ જ તૂટી ગયો. બેડ તૂટતા જ મહિલા જમીન પર પડી ગઇ, તેથી તેના શરીરને લકવાનો માર પડ્યો. તેના પાર્ટનર જાન માર્શલે કહ્યું કે પહેલાં તો મને આ પરિસ્થિતિ પર હસુ આવ્યુ, પરંતુ બાદમાં મહેસૂસ થયું કે આ કેટલી ગંભીર વાત હતી. જાનની ૪૬ વર્ષની મહિલા પાર્ટનર ક્લેયરને ગંભીર ઇજા પહોંચી હતી.
ઘટના બાદ મહિલા એ બેડ બનાવતી કંપની પર કેસ ઠોકી દીધો છે. ક્લેયરે આ બેડ થોડાંક દિવસ પહેલાં જ ખરીદ્યો હતો. લંડન હાઇકોર્ટમાં આ કેસની સુનવણી દરમ્યાન કહ્યું કે બેડ એ સમયે તૂટ્યો જ્યારે કપલ તેના પર સેક્સ કરી રહ્યું હતું અને મહિલા પોઝિશન બદલી રહી હતી.
જાન માર્શલે જજને કહ્યું કે ક્લેયર પડી જતા મેં તેને હસતા-હસતા ઉઠવા માટે કહ્યું, પરંતુ તે ગંભીર રીતે ઘાયલ થઇ ગઇ હતી. જા કે બેડ પરથી પડતા તેના હાડકામાં ઇજા પહોંચી હતી. મહિલાનો આરોપ છે કે આ દુર્ઘટના બેડની ખામીના લીધે થઇ છે, જેણે તેને થોડાંક સપ્તાહ પહેલાં જ ખરીદ્યો હતો.
ક્લેયરે આરોપ મૂકયો કે જ્યારે બેડ ડિલિવર કરાયો ત્યારથી તેમાં ખામીઓ હતી. જા કે બેડ કંપનીએ આ આરોપોને નકારી દીધા છે. કંપનીનું કહેવું છે કે તેમણે બિલકુલ યોગ્ય સ્થિતિમાં બેડ મોકલ્યો હતો.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



