સુરતના વેપારીને લખનૌમાં કિડની ચોર ગેંગના હવાલે કર્યાનો ખુલાસો થયો

0
73

સુરત,
તા.૧૪/૦૩/૨૦૧૮

લીમડાચોકના આધેડના લખનૌમાં થયેલા રહસ્યમય મોતના બનાવમાં નાનપુરા વિસ્તારમાં રહેતા યુવાને જ સમગ્ર કારસો ઘડયો હોવાનું જાણવા મળ્યું છે. બાકી નાણાંની ઉઘરાણી કરવાના બહાને મુસ્લમ યુવાને ચેતનભાઇ ઉપરાંત બે વ્યક્તિને લખનૌ મોકલી કિડની ચોરતી ટોળકીના હવાલે કરી દીધા હતા તેવું જાણવા મળ્યું છે. સ્થાનિક સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના કોટ વિસ્તારના લીમડાચોકમાં રહેતા આધેડ ચેતનભાઇ જરીવાળા કોઇક એન્ટીક વસ્તુ ખરીદવા લખનૌ ગયા બાદ રહસ્યમય સંજાગોમાં બેરહમીથી માર માર્યા બાદ ગંભીર હાલતમાં લખનૌની હોસ્પટલમાં મળી આવ્યા હતા.

સારવાર દરમિયાન તેમનું મોત નીપજતાં કોણે માર માર્યો તે રહસ્યનો ખુલાસો થયો ન હતો. જા કે, તેમની કિડની કાઢી લેવામાં આવી હતી. ચેતનભાઇને લખનૌ મોકલવામાં સુરતના જ નાનપુરા વિસ્તારમાં રહેતા એક મુસ્લમ યુવાનની ભૂંડી ભૂમિકા હોવાનું સ્થાનિક સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. સૂત્રોનું માનીએ તો મુસ્લમ યુવાને ચેતનભાઇ પાસેથી બાકી નીકળતા લેણાંની અવેજમાં લખનૌ ખાતે ઉઘરાણી કરવાના બહાને મોકલ્યા હતા. એક ચર્ચા મુજબ ઉઘરાણીના બદલે એન્ટીક વસ્તુ લેવા મુસ્લમ યુવાને ચેતનભાઇને લખનૌ મોકલ્યા હતા.

ચેતનભાઇ એકલા ન હતા. તેમની સાથે સુરતથી અન્ય બે વ્યક્તિ પણ ગયા હતા. જા કે, ઉઘરાણીના બહાને કે એન્ટીક વસ્તુના બહાને મુસ્લમ યુવાને ચેતનભાઇ અને અન્ય બેને કિડની ચોરી કરતી ટોળકીને જ હવાલે કરી દીધા હતા. ચેતનભાઇની કિડની કાઢ્યા બાદ ટોળકીએ સાથે ગયેલા અન્યની કિડની કાઢવા પ્રયાસ કર્યો ત્યારે તે ભાગવામાં સફળ રહ્યો હતો અને તેથી જ ચેતનભાઇને મરણતોલ માર મારી તેમની સ્થતિ અંગે કોઇ જાણી ન શકે તેવું કરાયું હતું.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY