રાજપીપળા ખાતે કોંગ્રેસ દ્વારા મોંઘવારી ના રાવણ નું દહન કરાયું

0
97

મોદી તેરી તાનાસાહિ નહી ચલેગી ના સુત્રોચાર કરી મોંઘવારી ના રાવણ નું દહન સફેદ ટાવર ખાતે કરવામાં આવ્યું

રાજપીપળા : નર્મદા જિલ્લા કોંગ્રેસ દ્વારા આજે દશેરા ના દિવસે રાજપીપળા સફેદ ટાવર ખાતે ભાજપ વિરોધી સુત્રોચાર સાથે મોંઘવારી ના રાવણ નું દહન કરવામાં આવ્યું હતું જેમા મોદી તેરી તાનાસાહિ નહી ચલેગી ના સુત્રોચાર સાથે ભાજપને ખેડૂત વિરોધી, મોંઘવારી ,બેરોજકારી ,મોંઘુ શિક્ષણ આપનારી અને ભ્રસ્ટાચારી સરકાર નું બિરુદ આપી આ તમામ ના હાથ માં બોર્ડ લઈ સફેદ ટાવર ખાતે નર્મદા જિલ્લા કોંગ્રેસના કાર્યકરી કાર્યકરી પ્રમુખ નિકુંજ પટેલ,લોક સરકાર ના નર્મદા ના ઇન્ચાર્જ જતીન વસાવા સહિતના કાર્યકરો એ એકઠા થઈ ભાજપ સરકાર વિરોધી નારા લગાવી મોંઘવારી ના પૂતળા નું દહન કર્યું હતું

સત્તા લાલચુ ભાજપ સરકાર લોકોના પ્રશ્નો ને વાચા આપતી નથી : જતીન વસાવા

આ બાબતે લોક સરકાર ઇન્ચાર્જ જતીન વસાવા એ જણાવ્યું કે ભાજપ ના 22 વર્ષ ના સાસન માં ભ્રસ્ટાચાર વધ્યો છે તમામ વસ્તુઓના ભાવ વધ્યા છે ત્યારે સત્તા લાલચુ આ ભાજપ સરકાર લોકો ના પ્રશ્નો ને વાચા આપવાના બદલે ગરીબ કલ્યાણ મેળા ,એકતા રથ જેવા અનેક કાર્યક્રમો ના તાયફા કરે છે પરંતુ મોંઘવારી દૂર નથી કરતી ત્યારે કોંગ્રેસ ના સાસણ માં આ સરકાર કરતા તમામ વસ્તુ સસ્તી હતી માટે અમે આજે રાવણ ની જેમ મોંઘવારી ના પૂતળા નું દહન કરી લોકો ને સંદેશ આપ્યો છે કે કોંગ્રેસ સરકાર તમારી સાથે છે .

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY