બાંધકામ સાઈટ પર એપાર્ટમેન્ટનો નકશો લગાવવો પડશે : સુપ્રિમ કોર્ટ

0
25

ન્યુ દિલ્હી,તા.૧
બિલ્ડર હવે ઘર ખરીદારો સાથે છેતરપિંડી આચરી નહી શકે. સુપ્રીમ કોર્ટે પોતાના એક આદેશમાં કહ્યું છે કે બિલ્ડરોએ બની રહેલી ઈમારતનો યોગ્ય રીતે સ્વીકૃતિ પામેલો નકશો બાંધકામ સાઈટ પર લગાવવો પડશે.
જસ્ટિસ કુરિયન જાસેફ અને એસ.કે.કૌલની પીઠે કહ્યું કે અમે જાઈ રહ્યા છે કે બિલ્ડર ઈમારતનો નકશો નથી બતાવતા અને જા બતાવે તો પૂરો નથી બતાવતાં અને તેમાં કરાયેલા સંશોધનો અંગે પણ જણાવતા નથી તેથી તે નિયમોનું ઉંંઘન કરે છે.
કોર્ટે આ આદેશ મુંબઈના એક બિલ્ડરની અરજી ફગાવતાં આપ્યો હતો. આ મામલામાં જમીનમાલિકે તેના પ્લોટ પર બની રહેલી બહુમાળી ઈમારતના પ્લાન, લે-આઉટ પ્લાન તથા તેની વિશેષ સ્થિતિઓની જાણકારી માગી હતી. જા કે ડેવલપરે તેને આપવાનો ઈનકાર કર્યો હતો.
આ અંગે માલિકે આરટીઆઈ હેઠળ અરજી કરી હતી. સુચના આયોગે દસ્તાવેજાનો ખુલાસો કરવા નિર્દેશ આપ્યો હતો. આ આદેશની વિરુ માં બિલ્ડર હાઈકોર્ટમાં ગયો હતો અને ત્યાંથી રાહત ન મળતાં સુપ્રીમ કોર્ટ પહોંચ્યો હતો. સુપ્રીમ કોર્ટમાં પીઠે કહ્યું કે માહિતી કાયદાની કલમ-૮ (૧) (જે) હેઠળ તેના દસ્તાવેજા ખાનગી નથી તેથી તે બતાવવા જ જાઈએ. કોર્ટે બિલ્ડરને ૨.૫૦ લાખનો દંડ પણ ફટકાર્યો હતો.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY