ભાજપ-સંઘ કાયદામાં વિશ્વાસ નથી કરતા : અસદુદ્દીન ઓવેસી

0
20

ન્યુ દિલ્હી,તા.૧૮
વિજયાદશમી મહોત્સવ પર મોહન ભાગવતે રામમંદિર પર આપેલા નિવેદન પર AIMAIMના પ્રમુખ અસદુદ્દીન ઓવેસીએ નિશાન સાંધ્યું છે. ઓવેસીએ કહ્યું કે RSS અને તેમની સરકરાને કોણ રોકી રહ્યું છે ? તમારે જે કરવું હોય એ કરો. આ સાફ ઉદાહરણ છે કે એક દેશને કુળવાદમાં પરિવર્તિત કરવામાં આવ્યો છે. ઓવેસીએ કહ્યું કે RSS અને BJP કુળવાદમાં વિશ્વાસ કરે છે. તેઓ કાનૂન અને બહુમતીવાદમાં વિશ્વાસ નથી કરતા.
ભાગવતે વિજયાદશમી મહોત્સવમાં કહ્યું હતું કે રામ મંદિર હિન્દુ-મુસલમાનનો મામલો નથી. આ ભારતનું પ્રતીક છે અને જે રસ્તાથી મંદિર સંભવ છે, મંદિરનું નિર્માણ થવું જાઈએ. રામજન્મભૂમી પર જલ્દી થી જલ્દી રામમંદિર બનવું જાઈએ. સરકારે કાયદો બનાવીને મંદિર બનાવવું જાઈએ.
સંઘ પ્રમુખ ભાગવતે કહ્યું કે રામ ફક્ત હિન્દુઓ નથી સમગ્ર દેશના છે. ભાગવતે આ પણ કહ્યું કે અમે કાઈ એક પાર્ટીના પાછળ નથી ઊભા, આમારું લક્ષ્ય દેશને સારી રીતે ચલાવવાનો છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY